Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
જીવાદિ વસ્તુનું સ્વરૂપ કેવું કહ્યું છે?–કે જે જાણવાથી સમ્યગ્જ્ઞાન થાય છે, ને મોહનો
નાશ થાય છે;– તે વસ્તુસ્વરૂપ કહે છે:–
જિનવાણીમાં જીવ–અજીવ પદાર્થોને વસ્તુ અથવા અર્થ કહેલ છે. તે વસ્તુમાં દ્રવ્ય
તથા ગુણ તથા પર્યાય–એવા ત્રણ સંજ્ઞાભેદ છે, પણ વસ્તુથી ત્રણભેદ નથી, અર્થાત્
અલગ–અલગ તેઓ ત્રણ વસ્તુ નથી. જે ગુણ–પર્યાયો છે તેનું સત્પણું તે દ્રવ્ય જ છે,
સમસ્ત ગુણ–પર્યાયોનું એકસ્વરૂપ છે તે દ્રવ્ય જ છે. દ્રવ્યનું સત્ત્વ જુદું, ને ગુણ–
પર્યાયોનું સત્ત્વ જુદું–એમ તેમને ભિન્ન–સત્ત્વપણું નથી. એક જ સત્ત્વ પોતે દ્રવ્ય–ગુણ–
પર્યાય સ્વરૂપ છે.
–જુઓ, આવું દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુસ્વરૂપ જાણતાં મોહનો જરૂર નાશ
થાય છે.
*
જીવના જે ચેતનમય દ્રવ્ય–ગુણ–પર્યાયો છે તે જીવમાં જ છે, તે બીજા બધા
પદાર્થોના દ્રવ્ય–ગુણ–પર્યાયથી સર્વથા જુદા છે.
* અજીવના જે દ્રવ્ય–ગુણ–પર્યાયો છે તે અજીવ જ છે, તે જીવના દ્રવ્ય–ગુણ–
પર્યાયોથી સર્વથા જુદા છે.
–આમ સ્વ–પરનો વિભાગ જાણતાં જીવ–અજીવમાં ક્્યાંય એકત્વબુદ્ધિનો મોહ ન
રહ્યો, તેમજ જીવ–અજીવ એકબીજાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ કરે એવી કર્તા–કર્મની
મિથ્યાબુદ્ધિરૂપ મોહ પણ ન રહ્યો; પોતાનું સત્પણું, પરથી ભિન્ન પોતાના દ્રવ્ય–ગુણ–
પર્યાયમાં જ પરિપૂર્ણ દેખ્યું, ત્યાં સ્વાશ્રયે સમ્યક્ત્વાદિરૂપ શુદ્ધ પરિણમન થાય છે, ને
મોહ રહેતો નથી.
અનંતા જીવો ભિન્ન ભિન્ન છે; તેમાં દરેકના પોતપોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયો
પોતપોતામાં જ સમાય છે; કોઈના દ્રવ્ય–ગુણ–પર્યાય બીજામાં ભળતા નથી.–અહો,
વસ્તુની આવી સ્વાધીનતા વીતરાગી જિનવાણી સિવાય બીજું કોણ બતાવે?–આવા
સ્વાધીન સ્વરૂપને જાણતાં સમ્યગ્જ્ઞાન ને વીતરાગતા થાય છે.–તે જિનવાણીના સાચા
અભ્યાસનું ફળ છે.
દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયોથી જુદું નથી રહેતું પણ તન્મયપણે તેને પ્રાપ્ત કરે છે–
પહોંચી વળે છે–પોતે જ તેવા સ્વરૂપે થઈને રહે છે. એ જ રીતે ગુણ–પર્યાયો પણ
પોતાના દ્રવ્યથી જુદા નથી રહેતા પણ તન્મયપણે તેને પ્રાપ્ત કરે છે–પહોંચી વળે છે–પોતે