Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૨૫ :
જ તેવા સ્વરૂપે થાય છે.–આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાયોસ્વરૂપ વસ્તુ તે અર્થ છે. બધાય દ્રવ્ય
–ગુણ–પર્યાયોમાં ગુણ–પર્યાયો સ્વકીયદ્રવ્યથી અભિન્ન છે. એટલે દ્રવ્ય પોતે જ ગુણ–
પર્યાયોસ્વરૂપ સત્ છે. વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં ક્્યાંય અન્ય દ્રવ્ય–ગુણ–પર્યાયનો
પ્રવેશ નથી, એટલે અન્ય ઉપર રાગ–દ્વેષ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. આ રીતે
આવા વસ્તુસ્વરૂપની ઓળખાણમાં ભેદજ્ઞાન અને વીતરાગતા જ ઝરે છે.
અહો, જિનેશ્વરદેવના આવા વીતરાગી ઉપદેશની પ્રાપ્તિ મહા ભાગ્યથી થાય છે.
વસ્તુસ્વરૂપ દેખાડનાર ભગવાનનો આ ઉપદેશ મોહ–રાગ–દ્વેષને હણવા માટે તીક્ષ્ણ
ધારવાળી તલવાર જેવો છે.
જે પામી જિન ઉપદેશ હણતો રાગ–દ્વેષ–વિમોહને,
તે જીવ પામે અલ્પકાળે સર્વદુઃખવિમોક્ષને. ૮૮.
જીવ પ્રથમ તો જિનઉપદેશને પ્રાપ્ત કરે, એટલે કે ભગવાનના માર્ગમાં સ્વ–પર
વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયની ભિન્નતા જેમ કહી છે તેમ જાણે, તો અંદરના પ્રત્યનવડે
મોહનો નાશ કરી શકે. પણ જેની માન્યતા જ જિનોપદેશથી વિપરીત હોય, એક
વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાયને બીજી વસ્તુમાં જે ભેળવી દેતો હોય, અથવા એક જ વસ્તુના
સ્વદ્રવ્ય–ગુણ–પર્યાયને ભિન્ન–ભિન્ન માનતો હોય, તે તો જિનઉપદેશને પામ્યો જ નથી, તે
તો પર સાથે એકત્વબુદ્ધિથી મોહ તથા રાગ–દ્વેષને કરે છે, એટલે તે મોહને હણી શકતો
નથી; તેને તો મોહ સાથે મિત્રતા છે.
અહીં તો જિનોપદેશને પામીને જ્ઞાનની દ્રઢતાવડે જે મોહને હણે જ છે એવા
મુમુક્ષુની વાત છે. તે જીવ જાણે છે કે મારા સમ્યક્ત્વાદિ પર્યાયને મારા આત્મા સાથે
એકતા છે; મારા ગુણ–પર્યાયોમાં તન્મયરૂપે હું જ વર્તું છું. મારી પર્યાયમાં જે ચૈતન્યપણું
સંવેદનમાં આવે છે તેનો સંબંધ (એકતા) મારા આત્મા સાથે છે, એમ સ્વકીય
ચૈતન્યલક્ષણવડે ધર્મીજીવ પોતાના આત્માને અન્ય સમસ્ત પદાર્થોથી જુદો અનુભવે છે.
–આવા અનુભવમાં સ્વ–પરનું અત્યંત ભેદજ્ઞાન થતાં જરાપણ મોહ રહેતો નથી.
ગુણ–પર્યાય ક્્યાં રહે છે? –સ્વદ્રવ્યમાં જ રહે છે.
દ્રવ્ય ક્્યાં રહે છે? –પોતાના ગુણ–પર્યાયમાં જ રહે છે.
આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ વસ્તુનું અસ્તિત્વ પોતામાં જ પરિપૂર્ણતાને પામે
છે; બીજા સાથે તેને કાંઈ જ સંબંધ નથી, સર્વથા ભિન્નતા છે. અહા, દ્રવ્ય–ગુણ–પર્યાયનું