Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 53

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
આવું સ્વરૂપ સર્વજ્ઞ–જિનમાર્ગમાં જ છે. આવું સ્વરૂપ જાણવાથી જ સમ્યગ્જ્ઞાન તથા
નિર્મોહતા થાય છે; અને એવો જીવ અચિરકાળમાં મોક્ષને પામે છે, મોક્ષ પામવામાં હવે
તેને દીર્ઘકાળ નથી લાગતો.
અરે, આ સંસારમાં તો ચારે ગતિમાં ઉત્પાત જ છે, તે સદા દુઃખના કલેશથી જ
ભરેલો છે; જેમ અગ્નિ ઉપર રહેલું પાણી ફદફદે તેમ અજ્ઞાની જીવો મોહાગ્નિવડે સેકાતા
થકા ચાર ગતિનાં ભયંકર દુઃખોમાં ખદખદી રહ્યા છે.–અતિ દીર્ઘ–બહુ લાંબો કાળ એવા
દુઃખોમાં વીતી ગયો.–અરે, થઈ ગયું તે થઈ ગયું;–પણ હવે, આવા ઘોર દુઃખોથી શીઘ્ર
છોડાવનારો જિનોપદેશ મહાભાગ્યથી મને પ્રાપ્ત થયો, તે જિનોપદેશમાં ચેતનલક્ષણરૂપ
મારા સ્વતત્ત્વના દ્રવ્ય–ગુણ–પર્યાય પરથી અત્યંત ભિન્ન બતાવ્યા; તો હવે આવો
કલ્યાણકારી જિનોપદેશ પામીને મારે શીઘ્ર જ ઉત્કૃષ્ટ પ્રયત્નવડે મોહને હણી નાંખવો
યોગ્ય છે.–આમ દ્રઢ નિશ્ચય કરીને મુમુક્ષુજીવ અંતર્મુખ ઉદ્યમવડે, સ્વકીય ચૈતન્યસ્વરૂપ
દ્રવ્ય–ગુણ–પર્યાયોને પોતામાં સમાવતો, અને પરકીય ચેતન–અચેતન સમસ્ત પદાર્થોને
પોતાથી ભિન્ન રાખતો, ત્રણેકાળ ચૈતન્યલક્ષણસ્વરૂપે પોતાને અનુભવે છે, તે જ વખતે
તેનો મોહ ક્ષય થઈ જાય છે; ને અલ્પકાળમાં જ તે જીવ આ ઘોર દુઃખમય સંસારથી
છૂટીને અપૂર્વ આનંદમય મોક્ષને પ્રાપ્ત કરે છે. જુઓ, આ જિનવાણીના સાચા
અભ્યાસનું ઉત્તમ ફળ! મોહનો નાશ ને મોક્ષની પ્રાપ્તિ–તે જિનવાણીના સમ્યક્ અભ્યાસ
દ્વારા કરેલા ભેદજ્ઞાનનું ફળ છે.
ધર્મીજીવને ક્યાંય અરિહંતનો વિરહ નથી.
અજ્ઞાનીને સદાય અરિહંતનો વિરહ છે.
પ્રશ્ન:– અત્યારે તો અહીં જિનવરદેવ નથી, તો જિનઉપદેશ કેમ મળે?
ઉત્તર:– સમયસારાદિ પરમાગમોમાં વીતરાગસંતોની જે વાણી છે તે જિનોપદેશ
જ છે; તે ઉપદેશ અનુભવી–જ્ઞાની પાસેથી મેળવતાં સર્વજ્ઞસ્વભાવી આત્માનો, તેમજ
સર્વજ્ઞપણું જેમને પ્રગટ છે એવા અરિહંતદેવના સ્વરૂપનો પણ નિર્ણય થઈ જાય છે.
અરિહંતદેવના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થસ્વરૂપ જેણે જાણી લીધું તેના જ્ઞાનમાં
અરિહંતનો કદી વિરહ નથી. અને, બહારમાં અરિહંતદેવની સન્મુખ બેઠો હોવા છતાં જે
જીવ અંતરમાં તેમના આત્મિકસ્વરૂપને નથી ઓળખતો તેને અરિહંતદેવ મળ્‌યા નથી,
સમવસરણમાં પણ તેને તો અરિહંતનો વિરહ જ છે.