: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૫૦૦
આવી, તે વાંચે–સાંભળે, પણ જો તેનો ઉપયોગ ન કરે એટલે કે તેમાં કહેલી ચેતનરૂપ–
વસ્તુમાં ઉપયોગને એકાગ્ર ન કરે તો જીવ મોહને ક્યાંથી હણી શકે? મુમુક્ષુ તો શૂરવીર
થઈને, જ્ઞાનના પ્રયત્નવડે, જિનવાણીમાં કહ્યા પ્રમાણે સ્વ–પરને ભિન્ન જાણીને,
અંતર્મુખ ઉપયોગના દ્રઢ પ્રહારવડે મોહને હણી નાંખે છે. આ જ મોહના નાશની રીત છે.–
તેથી યદિ જીવ ઈચ્છતો નિર્મોહતા જિન આત્મને,
જિનમાર્ગથી દ્રવ્યો મહીં જાણો સ્વ–પરને ગુણવડે. (૯૦)
જિનમાર્ગઅનુસાર વસ્તુ દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને, પોતાના ચેતનલક્ષણ
વડે પોતાને પરથી ભિન્ન જાણતાં જરૂર મોહનો નાશ થાય છે, ને અપૂર્વ આનંદસહિત
સમ્યગ્જ્ઞાન થાય છે.
અહો, આવું જ્ઞાન કરાવનારી જિનવાણી પ્રત્યે મુમુક્ષુ ધર્મીજીવોને પરમ
બહુમાન આવે છે; જેમ દેવ–ગુરુ પૂજ્ય છે તેમ જિનવાણી પણ પૂજ્ય છે.
અહો, આવા સ્યાદ્વાદમુદ્રિત જૈનેન્દ્ર શબ્દબ્રહ્મ જયવંત વર્તો,
અને તેનાથી થયેલી આત્મતત્ત્વની ઉપલબ્ધિ જયવંત વર્તો.
પૂજા
પૂજા તો કરો...જરૂર કરો. પૂજા કરવાની કોઈ મના નથી કરતું. –પણ
જેની પૂજા કરો છો તે કોણ છે! –તેનું સ્વરૂપ તો બરાબર ઓળખો! અને પૂજાનું
શું ફળ તમારામાં આવ્યું તેનો તો વિચાર કરો!
‘પૂજ્ય’ સિવાય અજ્ઞાનથી બીજા કોઈકની તો પૂજા કરી નથી દેતા ને?
અને પૂજ્યના જ્ઞાન વગરની તમારી પૂજા નિષ્ફળ તો નથી જતી ને?
‘પૂજ્ય’ એવા સર્વજ્ઞ વીતરાગનું આત્મસ્વરૂપ ઓળખીને, સમ્યક્
વિધિથી તેમની પૂજા–ઉપાસના કરતાં તેનું સાચું ફળ પોતામાં જરૂર આવે છે;
–પોતાને રાગથી ભિન્ન આત્મસ્વરૂપનું ભાન થઈને વીતરાગભાવની ભાવના
જાગે છે.
આવા ઉત્તમ ફળવાળી સમ્યક્ પૂજા જરૂર કરો.