Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
જૈન – શ્રાવકનો ધર્મ
જૈન–શ્રાવકને આત્માનું સમ્યગ્દર્શન તે તો મૂળભૂત ધર્મ છે; તે
ઉપરાંત દેવપૂજા–સ્વાધ્યાય–મુનિસેવા–દાન વગેરે વ્યવહારઆચાર
પણ સુયોગ્ય હોય છે–તેનું સુંદર વર્ણન.
શુદ્ધધર્મ કહો કે મોક્ષનો માર્ગ કહો, તેનું મૂળ સમ્યક્ત્વ છે. સમ્યગ્દ્રષ્ટિજીવને
આહારદાનાદિ ચાર પ્રકારનું પાત્રદાન, રત્નત્રયવંત ગુણીજનોની પૂજા, રાત્રિભોજનનો
ત્યાગ વગેરે ઉત્તમ આચરણ હોય છે.
દાનાદિના એકલા વ્યવહાર–આચાર તો અજ્ઞાની પણ કરે છે; અહીં તો
સમ્યક્ત્વસહિતના વ્યવહાર–આચારની વાત છે. જેને આત્માના શુદ્ધ–ધર્મની શ્રદ્ધા છે–
એવા ધર્મી શ્રાવકને આઠ મૂળગુણો હોય છે. જેમાં મધ–માંસ–મદિરાનો સંબંધ હોય એવી
વસ્તુનો, કે એવી શંકાવાળી દવાનો પણ નિયમપૂર્વક ત્યાગ મૂળગુણમાં આવી જાય છે;
તથા જેમાં ત્રણ જીવો હોય એવા ખોરાકનો ત્યાગ હોય, શિકાર જુગાર વગેરે તીવ્ર
કષાયવાળા વ્યસન ન હોય, રાત્રિભોજન પણ ન હોય, ને પાણી પણ વિધિપૂર્વક ગાળેલું
પ્રાસુક જ વાપરે. વ્યવહારધર્મનો બધો વિવેક શ્રાવકને બરાબર હોય છે. અંદર એકદમ
વીતરાગી ચૈતન્યતત્ત્વ જ્યાં વેદનમાં આવ્યું ત્યાં તીવ્ર હિંસા કે તીવ્ર કષાયવાળી પ્રવૃત્તિ
રહે નહીં. માંસાદિ તીવ્ર અભક્ષનો ખોરાક તો જૈન નામ ધરાવે તેને પણ હોય નહિ; અરે,
સામાન્ય સજ્જન આર્યમાણસોને પણ તેવો ખોરાક હોય નહીં; તો પછી ધર્માત્માને તો
તેનું નામ પણ કેવું? એવા જીવો સાથે ખાન–પાનનો સંબંધ પણ ધર્મીને ન હોય. તથા
જ્યાં એવા અભક્ષનું ભક્ષણ થતું હોય એવા સ્થાનોમાં (હોટલ વગેરેમાં) પણ મુમુક્ષુ–
સજ્જન ખાન–પાન કરે નહીં. અત્યારના સિનેમા વગેરે વિષય–કષાયપોષક કાર્યો પણ
મુમુક્ષુજીવને શોભે નહીં; એટલે ધર્માત્મા તો એવી નીરર્થક પ્રવૃત્તિને છોડે છે.
વળી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રધારક ધર્મી જીવોના ગુણપ્રત્યે શ્રાવકને બહુમાન
અને પૂજ્યભાવ આવે છે. પોતાને રત્નત્રયધર્મનો પ્રેમ છે એટલે બીજા જીવોમાં પણ
તેવા ધર્મને દેખીને પ્રસન્નતા તથા આદરભાવ થાય છે; તે મુનિ–શ્રાવક કે સાધર્મી