તેને મિથ્યામાર્ગનું પ્રવર્તન કર્યું. માનના ઉદયથી તેને એમ વિચાર થયો કે જેમ ભગવાન
ઋષભદાદાએ તીર્થંકર થઈને ત્રણ લોકમાં આશ્ચર્યકારી સામર્થ્ય પ્રાપ્ત કર્યું છે તેમ હું પણ
બીજો મત ચલાવીને તેનો નાયક થઈને તેમની જેમ ઈન્દ્ર વડે પૂજાની પ્રતીક્ષા કરીશ;
હું પણ મારા દાદાની જેમ તીર્થંકર થઈશ. (ભાવિ તીર્થંકર થનાર દ્રવ્યમાં તીર્થંકરત્વના
કોડ જાગ્યા!)
મરીચીકુમાર આ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર (મહાવીર) થશે. પ્રભુની વાણીમાં
પોતાના તીર્થંકરત્વની વાત સાંભળતાં મરીચીને ઘણું આત્મગૌરવ થયું; તોપણ હજી સુધી
તે ધર્મ પામ્યો ન હતો. અરે, તીર્થંકરદેવની દિવ્યવાણી સાંભળીને પણ એણે સમ્યક્ધર્મનું
ગ્રહણ ન કર્યું. આત્મભાન વગર સંસારના કેટલાય ભવોમાં તે જીવ રખડયો.
અને મિથ્યામાર્ગના તીવ્રસેવનના કુફળથી સમસ્ત અધોગતિમાં જન્મ ધારણ કરી કરીને
ત્રસ–સ્થાવર પર્યાયોમાં અસંખ્યાત વર્ષો સુધી તીવ્ર દુઃખો ભોગવ્યા. એ પરિભ્રમણ કરી–
કરીને તે આત્મા બહુ જ થાક્યો ને ખેદખિન્ન થયો.
વ્યર્થ હતું; મિથ્યાત્વના સેવનપૂર્વક ત્યાંથી મરીને દેવ થયો, ને પછી રાજગૃહીમાં વિશ્વનંદી
નામનો રાજપુત્ર થયો. ત્યાં માત્ર એક ઉપવન માટે સંસારની માયાજાળ દેખીને તે
વિરક્ત થયો ને સંભૂતસ્વામી પાસે જૈનદીક્ષા લીધી; ત્યાં નિદાનસહિત મરણ કરી
સ્વર્ગમાં ગયો, ને ત્યાંથી ભરતક્ષેત્રના પોદનપુર નગરમાં બાહુબલીસ્વામીની
વંશપરંપરામાં ત્રિપુષ્ઠ નામનો અર્ધચક્રી (વાસુદેવ) થયો; અને તીવ્ર આરંભ–પરિગ્રહના
પરિણામ સહિત અતૃપ્તપણે મરીને ત્યાંથી સાતમી નરકે ગયો. અરે, એ નરકના
ઘોર દુઃખોની શી વાત! સંસારભ્રમણમાં ભમતા જીવે અજ્ઞાનથી કયા દુઃખ નહિ
ભોગવ્યા હોય!!!