Atmadharma magazine - Ank 372
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 53

background image
: આસો : ૨૫૦૦ આત્મધર્મ : ૫ :
થયો. રૌદ્રરસને બદલે તુરત જ શાંતરસ પ્રગટ કર્યો ને તે સમ્યક્ત્વ પામ્યો....એટલું જ
નહિ, તેણે નિરાહારવ્રત અંગીકાર કર્યું. અહા, સિંહની શૂર–વીરતા સફળ થઈ. શાસ્ત્રકાર
કહે છે કે એ વખતે વૈરાગ્યથી તેણે એવું ઘોર પરાક્રમ પ્રગટ કર્યું કે જો તિર્યંચગતિમાં
મોક્ષ હોત તો જરૂર તે મોક્ષ પામ્યો હોત! તે સિંહપર્યાયમાં સમાધિમરણ કરીને સિંહકેતુ
નામનો દેવ થયો.
ત્યાંથી ઘાતકીખંડના વિદેહક્ષેત્રમાં કનકોજ્વલ નામનો રાજપુત્ર થયો; હવે ધર્મ–
દ્વારા તે જીવ મોક્ષની નજીક પહોંચી રહ્યો હતો. ત્યાં વૈરાગ્યથી સંયમ લઈ સાતમા
સ્વર્ગમાં ગયો. ત્યાંથી સાકેતપુરી (અયોધ્યા) માં હરિસેન રાજા થયો ને પછી સંયમી
થઈને સ્વર્ગમાં ગયો.
ત્યાંથી ઘાતકીખંડમાં પૂર્વવિદેહની પુંડરીકિણીનગરીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી
રાજા થયો; ક્ષેમંકર તીર્થંકર સમીપ દીક્ષા લીધી ને સહસ્ત્રાર સ્વર્ગમાં સૂર્યપ્રભ–દેવ થયો.
ત્યાંથી જંબુદ્વીપના છત્રપુરનગરમાં નંદરાજા થયો; તેણે દીક્ષા લઈ, ઉત્તમ સંયમ પાળી,
૧૨ અંગનું જ્ઞાન પ્રગટ કરી, દર્શનશુદ્ધિ વગેરે ૧૬ ભાવના વડે તીર્થંકરનામકર્મ બાંધ્યું ને
સંસારનો છેદ કર્યો; ઉત્તમ આરાધના સહિત મરીને અચ્યુતસ્વર્ગના પુષ્પોત્તરવિમાનમાં
ઈન્દ્ર થયો.
અષાડ સુદ છઠ્ઠે ત્યાંથી ચવીને મહાવીરનો એ મહાન આત્મા, ભરતક્ષેત્રમાં
વૈશાલી–કુંડપુરના મહારાજા સિદ્ધાર્થને ત્યાં અંતિમ તીર્થંકરપણે અવતર્યો...પ્રિય–
કારિણીમાતાના એ વર્દ્ધમાનપુત્રે ચૈત્ર સુદ તેરસે આ સંસારના જન્મોનો અંત કર્યો.
એકવાર વર્દ્ધમાન બાલતીર્થંકરને દેખતાં જ સંજય ને વિજય નામના મુનિઓનો
સૂક્ષ્મ સંદેહ દૂર થયો, તેથી પ્રસન્નતાથી તેઓએ તેમને ‘સન્મતિનાથ’ નામ આપ્યું.
એકવાર સંગમ નામના દેવે ભયંકર સર્પનું રૂપ ધારણ કરીને એ બાળકની
નિર્ભયતાની ને વીરતાની પરીક્ષા કરી, અને ભક્તિથી ‘મહાવીર’ નામ આપ્યું.
ત્રીસ વર્ષના કુમારકાળમાં તો એમને જાતિસ્મરણ થયું ને સંસારથી વિરક્ત
થઈને (ગુજરાતી કારતક વદ દશમે) સ્વયં દીક્ષિત થયા. તેમને ઉત્તમ ખીરવડે પ્રથમ
આહારદાન કૂલપાકનગરીના રાજાએ કર્યું.
ઉજ્જૈનનગરીના વનમાં રૂદ્રે તેમના પર ઘોર ઉપદ્રવ કર્યો, પણ એ વીર મુનિરાજ
ધ્યાનથી જરાપણ ન ડગ્યા તે ન ડગ્યા...તેથી નમ્રીભૂત થઈને રૂદ્રે સ્તુતિ કરી ને
‘અતિવીર’ (મહાતિ–મહાવીર) એવું નામ આપ્યું.