: ૧૮ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
આત્મસ્વભાવના અપ્રતિઘાતરૂપ પરમ ઈષ્ટ સત્યસુખ
અને તે ઈષ્ટની પ્રાપ્તિનો માર્ગ
[કહાન–સોસાયટી, “ચૈતન્યધામ” માં વાસ્તુપ્રસંગે પ્રવચનઃપ્રવચનસાર ગા. ૬૧]
(વીર સં. ૨૫૦૦ આસો વદ પાંચમ તથા છઠ્ઠ)
પૂર્ણસુખને પામેલા પરમાત્મા વર્દ્ધમાનદેવ મોક્ષ પધાર્યા
તેના અઢીહજાર વર્ષની પૂર્ણતાનો મહાન મંગલ મહોત્સવ
અભૂતપૂર્વ ઉત્સાહથી ભારતભરમાં પ્રારંભ થઈ ચુક્્યો છે. –જે
પરમ સુખને પ્રભુ પામ્યા, જે ઈષ્ટ પદ પ્રભુએ પ્રાપ્ત કર્યું, તે
પરમ સુખ, ને પરમ ઈષ્ટ પદ આપણને પણ કેમ મળે તે વાત
ભગવાન કુંદકુંદસ્વામીએ પ્રવચનસારમાં પ્રસિદ્ધ કરી છે;
મુમુક્ષુઓ તે માર્ગે પરમ સુખને પામો....ને મોક્ષનો ઉત્સવ
આનંદથી ઊજવો.
જેમ જ્ઞાન આત્માનો સ્વભાવ છે તેમ સુખ પણ આત્માનો સ્વભાવ છે. તે
સ્વભાવનો ઘાત કરનાર મોહ–રાગ–દ્વેષ છે. જ્ઞાનસ્વભાવી આત્માની અનુભૂતિવડે જ્યાં
શુદ્ધોપયોગદ્વારા મોહ–રાગ–દ્વેષનો ક્ષય થાય છે ત્યાં આત્માના સ્વભાવનો ઘાત થતો
નથી; એ રીતે શુદ્ધોપયોગવડે સ્વભાવ–પ્રતિઘાતનો અભાવ થતાં, જ્ઞાન અને સુખ
પોતાના સ્વભાવપણે ખીલી જાય છે; આ રીતે સર્વજ્ઞ થયેલા આત્માને પોતાના
સ્વભાવથી જ પરિપૂર્ણ જ્ઞાન ને સુખ હોય છે. પોતાના સ્વભાવથી જુદું બીજું કોઈ સુખનું
સાધન નથી.
અભેદવિવક્ષાથી જે જ્ઞાન છે તે જ સુખ છે. જ્ઞાન ને સુખ બંને આત્માના
સ્વભાવ જ છે. આવા સ્વભાવવાળી વસ્તુમાં વસવું–તેમાં લીન થઈને રહેવું તે સ્વઘરનું
વાસ્તુ છે, ને તેમાં પરમ સુખ છે.
ભાઈ, તારું સુખ અંતરમાં છે, બહારમાં નથી. સુખની પ્રાપ્તિ અંતરની અનુ–