Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 53

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
ભૂતિમાં થાય છે, બહારથી થતી નથી. સુખસ્વભાવ કહો કે જ્ઞાનસ્વભાવ કહો;
સુખસ્વભાવ કહો કે આત્મા કહો. આવા સ્વભાવરૂપ આત્મા જેની પ્રતીતમાં આવ્યો તે
જીવ પોતાનું સુખ પોતામાં જ દેખે છે. સુખ તે જ ઈષ્ટ છે; એટલે પોતાનું ઈષ્ટ પોતામાં
દેખ્યું; તેને સુખ માટે બહારમાં ભટકવાનું મટયું. –સુખરૂપ પોતાના આનંદધામ–
ચૈતન્યધામમાં આવીને તે વસ્યો.
અહા, ચૈતન્યતત્ત્વ–જેનો સર્વજ્ઞસ્વભાવ, જેનો સુખસ્વભાવ, તેના અલૌકિક
મૂલ્યનું શું કહેવું? એ તો અનુભવની ચીજ છે. એનો સ્વીકાર કરતાં જ પર્યાયમાં તેનો
પ્રવાહ આવે છે, ને પૂર્ણતા થતાં લોકાલોકને જાણનાર કેવળજ્ઞાન પ્રગટે છે. અહો,
કેવળજ્ઞાન મહાન સ્વતંત્ર છે, સર્વોત્કૃષ્ટ મંગળ છે, ને તેમાં કાંઈપણ અનિષ્ટ (મોહાદિ)
રહ્યું નથી, પૂર્ણસુખરૂપ ઈષ્ટની તેમાં પ્રાપ્તિ છે, અહો, અરિહંતપદમાં સર્વઈષ્ટની પ્રાપ્તિ છે,
દુઃખનો નાશ છે.
આત્માનું ઈષ્ટ શું? પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ સુખ તે ઈષ્ટ છે, વહાલું છે, સુંદર છે. એ જ
આનંદરૂપ છે. એના વગર બીજે ક્્યાંય જો સુખ માનતો હોય તો તે મૂરખ છે.
આવા આત્મસ્વભાવને લક્ષમાં લઈને જે સાધક થયો તેને અતીન્દ્રિયજ્ઞાનનો
અંશ ખીલ્યો છે, ને તે અતીન્દ્રિયજ્ઞાનની સાથે અતીન્દ્રિયસુખનો અનુભવ પણ
અભેદપણે છે. આ જ્ઞાન, આ સુખ, એવા ભેદો સુખની અનુભૂતિમાં રહેતા નથી.
અનંતગુણનો સ્વાદ અભેદ એકરસપણે સુખના વેદનમાં ભર્યો છે. આવા આત્માને જે
જાણશે–અનુભવશે ને તેમાં ઠરશે તે પોતે જ ઉત્તમસુખરૂપ થઈ જશે–એમ આચાર્યદેવે
સમયસારની છેલ્લી ગાથામાં કહ્યું છે. તેને સર્વઈષ્ટની પ્રાપ્તિ થઈ છે; તેથી જગતના
જીવોને માટે પણ તે પરમ–ઈષ્ટ (પરમેષ્ઠી) છે.
અરે જીવ! આત્માના આવા સ્વભાવનો ભરોસો તો કર! તારે ધર્મની ખરી
કમાણી કરવી હોય તો આવા સ્વભાવને લક્ષમાં લે. ભગવાન મહાવીરના મોક્ષના
અઢીહજારવર્ષનો મહોત્સવ, –તેમાં ખરું તો આ કરવાનું છે; આવા આત્માની સમજણ તે
મહાવીરપ્રભુનો ઉપદેશ છે. એવા સ્વભાવની સમજણ જેણે કરી તેણે જ મહાવીરપ્રભુની
આજ્ઞા માની, ને તેણે જ ભગવાનના મોક્ષનો સાચો મહોત્સવ પોતાના આત્મામાં
ઉજવ્યો. એના વગર બહારની એકલી ધામધૂમથી આત્માને ધર્મની કમાણી થતી નથી.
–શુભરાગ થાય પણ તેનાથી મોક્ષરૂપ ઈષ્ટની પ્રાપ્તિ થતી નથી.