ગયા. આંખ–કાન–હાથ વગેરે ઈન્દ્રિયો વગર જાણે હું જાણી જ નહીં શકું, એના વગર
જાણે હું જીવી જ નહિ શકું –એમ માનતો થકો અજ્ઞાનીજીવ ઈન્દ્રિયોવડે જ પોતાનું જીવન
માનતો થકો તે ઈન્દ્રિયોની મિત્રતા કરે છે. ઈન્દ્રિયોની સાથે મિત્રતાનો સંબંધ માન્યો
એટલે અતીન્દ્રિયસ્વભાવ સાથેનો સંબંધ છોડયો, તેથી તે જીવ મોહથી ઈન્દ્રિયવિષયોમાં
આકુળ–વ્યાકુળ વર્તતો થકો દુઃખને જ ભોગવતો થકો સંસારમાં રખડે છે. પણ જે
ધર્માત્માએ સર્વજ્ઞને ઓળખીને પોતાના આત્માના અતીન્દ્રિયસુખને પ્રતીતમાં લીધું છે તે
જીવ ઈન્દ્રિયવિષયોમાં જરાય સુખ માનતો નથી એટલે ઈન્દ્રિયો સાથે જરાય મિત્રતા
નથી કરતો પણ તેનાથી અત્યંત જુદાઈ કરે છે ને પોતાના અતીન્દ્રિયસુખની સાથે
પરિણતિને જોડીને તેની મૈત્રી કરે છે, તેમાં જ વર્તતો થકો તે મોક્ષસુખને સાધે છે.
સદાકાળ પોતાના સ્વભાવથી જ તે મહાન સુખરૂપે પરિણમ્યા કરે છે.
પરમાં સુખ છે’ –એમ માનનારા જીવો આત્માના દુશ્મન અને વિષયોના મિત્ર થઈને
સંસારમાં ન રખડે તો ક્્યાં જાય? વિષયોમાં સુખ માનનારા બધા અજ્ઞાની જીવો
(સ્વર્ગના દેવો પણ) એકાંતદુઃખી જ છે. સાધક જ્ઞાની ભલે છદ્મસ્થ હોય તોપણ તે
આત્માના સુખને જાણનારા છે ને વિષયોમાં ક્્યાંય સુખની કલ્પના કરતા નથી, તેથી
તેઓ એકાંત દુઃખી નથી, પણ જેટલો અતીન્દ્રિયસ્વભાવ પ્રગટ્યો છે તેટલું તેમને
અતીન્દ્રિયસુખ નિરંતર વર્તે છે.
અલૌકિક ટીકા વડે કુંદકુંદપ્રભુના હૃદયના ગંભીર રહસ્ય ખોલીને ગણધર
જેવું કામ કર્યું છે. વાહ! અંદરથી ચૈતન્યનો પાવર ફાટી જાય–એવી ટીકા
છે, જરાક અંદર લક્ષમાં લ્યે તો મુમુક્ષુને તો અંદરની દશા ફરી જાય.