Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 53

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૨૩ :
કરોડો ઉપાયે પણ સમ્યગ્જ્ઞાન કરો
ધન – વૈભવાદિ સુખને માટે કાંઈ કામનાં નથી
દુર્લભ મનુષ્યપણું અને જિનવાણીનું શ્રવણ પામીને આત્મજ્ઞાન કરવાનું કહ્યું. હવે
કહે છે કે જીવને ધન–વૈભવ વગેરે સુખને માટે કાંઈ કામ આવતા નથી, એક સમ્યગ્જ્ઞાન
જ સુખનું કારણ છે, ને તે પોતાનું સ્વરૂપ છે. માટે કરોડો ઉપાયવડે પણ સ્વ–પરનું
ભેદજ્ઞાન કરીને અંતરમાં સમ્યગ્જ્ઞાન પ્રગટ કરો–
ધન–સમાજ ગજ બાજ રાજ તો કાજ ન આવે.
જ્ઞાન આપકો રૂપ ભયે, ફિર અચલ રહાવે.
તાસ જ્ઞાનકો કારણ સ્વ–પર વિવેક વખાનો,
કોટિ ઉપાય બનાય ભવ્ય! તાકો ઉર આનૌ. ૭.
હે જીવ! તારા હિતને માટે ધન–સમાજ કુટુંબ–પરિવાર હાથી–ઘોડા મોટર–બંગલા
કે રાજ્ય–પ્રધાનપદ વગેરે તો કાંઈ કામ આવતા નથી; તેમ જ તે કાયમ રહેતા પણ
નથી; તારા હિતનું કારણ તો સમ્યગ્જ્ઞાન છે; તે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, એટલે તે જ્ઞાન
થયા પછી અચળ રહે છે, સ્વ–પરના વિવેકરૂપ ભેદજ્ઞાન તે આવા સમ્યગ્જ્ઞાનનું કારણ
કહ્યું છે. શાસ્ત્રોએ આ ભેદજ્ઞાનને વખાણ્યું છે–પ્રશંસ્યું છે; માટે હે ભવ્યજીવો! તમે કરોડો
ઉપાય વડે પણ આ ભેદજ્ઞાનને અંતરમાં પ્રગટ કરો તેનાથી તમારું હિત અને મોક્ષ થશે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે શું ચીજ છે? તેને ઓળખવી જોઈએ. શરીર અજીવ
છે, પુણ્ય–પાપ તો આસ્રવ છે, તેનાથી જુદા ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખવો. આત્મા
આનંદકંદ જિનેન્દ્ર છે, માટે કરોડો ઉપાય કરીને પણ, ગમે તેવી પ્રતિકૂળતા આવે તે
સહન કરીને પણ, સ્વ–પરના ભેદજ્ઞાનવડે આત્માને ઓળખો સમયસારમાં તો એમ કહ્યું
છે કે તું મરીને પણ ચૈતન્યતત્ત્વને જાણવાનો કુતૂહલી થા અને શરીરાદિથી ભિન્ન
આત્માને