Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 53

background image
: ૨૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
અનુભવમાં લે. ‘મરીને પણ’ એમ કહીને ઉત્કૃષ્ટ પ્રયત્નની વાત લીધી છે, એટલે કે
મરણ જેટલી પ્રતિકૂળતા આવી પડે તોપણ તેને ગણકાર્યા વગર, ચૈતન્યતત્ત્વને
ઓળખવાનો ઉત્કૃષ્ટ રસ જગાડ.
અરે, જો પોતે પોતાના આત્માને ન ઓળખ્યો તો કરોડો–અબજો રૂપિયા હોય કે
સારા પુત્ર–પરિવાર હોય તેથી શું? સમાજમાં માન–આબરૂ હોય ને લોકો વખાણ કરે
તેથી આત્માને શું લાભ? અરે, બીજી ચીજ તો કામ ન આવે, પણ પોતાનો શુભભાવ
પણ આત્માના હિતમાં કામ નથી આવતો. હિતનું કારણ તો એક જ છે કે રાગથી પાર
આત્માનું સાચું જ્ઞાન કરવું. તે જ્ઞાન કોઈ બહારના ઉપાયથી નથી આવતું પણ આત્માનું
જ સ્વરૂપ છે; અને આત્મા સાથે સદા મોક્ષમાંય અવિચળપણે રહે છે રાગ અને સંયોગ
તો છૂટી જાય છે કેમકે તે આત્માનું સ્વરૂપ નથી. જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, તે કદી છૂટતું
નથી. સ્વ–પરના ભેદજ્ઞાનનો અભ્યાસ કરતાં આવું સમ્યગ્જ્ઞાન થાય છે. માટે હે ભાઈ!
કરોડો ઉપાય કરીને પણ આવા જ્ઞાનને અંતરમાં પ્રગટ કરો. ભલે બહારમાં ચારેકોરની
હજારો પ્રતિકૂળતા હો, ધન ન હોય, કુટુંબ ન હોય, શરીર સરખું ન હોય, સમાજમાં
માન–આબરૂ ન હોય, તિરસ્કાર થતો હોય, તે બધાનું લક્ષ છોડીને, તે બધાથી ભિન્ન
એવા તારા જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખવાનો સર્વપ્રકારે ઉદ્યમ કર; કરોડો ઉપાય કરીને
પણ આત્માને જાણ એટલે કે કરોડો પ્રતિકૂળતાની વચ્ચે પણ હિંમત ન હારતાં નિરંતર
આત્માને જાણવાના પ્રયત્નમાં લાગ્યો જ રહે. બહારની કોઈ પ્રતિકૂળતા આત્માને
જાણવામાં નડી શકતી નથી, તેમ જ બહારમાં ધન વગેરેની અનુકૂળતા આત્માને
જાણવામાં મદદ પણ કરી શકતી નથી. બહારની પ્રતિકૂળતા કે અનુકૂળતા એ બંનેથી
આત્મા જુદો છે. આવા જુદાપણાના અભ્યાસવડે સ્વ–પરનું ભેદજ્ઞાન કરતાં સમ્યગ્જ્ઞાન
થાય છે; તે જ્ઞાન જ તને શરણરૂપ છે, બીજા ભવમાં કે મોક્ષમાં પણ તે તારી સાથે જ
રહેશે, કેમકે તે આત્માના સ્વભાવની ચીજ છે.
ધન–શરીર–રાજ–કુટુંબ એ કાંઈ આત્માના સ્વભાવની ચીજ નથી, તે તો
બહારની ચીજ છે. રાગ પણ જ્યાં આત્માના સ્વરૂપની ચીજ નથી ત્યાં બીજાની શી
વાત? આત્માના સ્વરૂપની ચીજ તો સમ્યગ્જ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન કહેતાં અનંતા ગુણો પણ
સાથે સમજવા. ભાઈ, તારો ચેતનસ્વભાવ તને સુખનું કારણ છે. જડલક્ષ્મીના ઢગલા
કાંઈ તને સુખનું કારણ નથી; તેના લક્ષે તું મમતા કરીશ તો તે તને પાપનું નિમિત્ત થશે.
કદાચિત દાનાદિમાં રાગની મંદતા કરીશ તો તે રાગ પણ કાંઈ આત્માને શરણ દેનાર
નથી. ચૈતન્ય–