: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૨૫ :
સ્વરૂપ આત્મા હું તેનાથી જુદો છું એમ જાણીને આત્મામાં ઉપયોગ જોડતાં જે અપૂર્વ
અતીન્દ્રિય આનંદ વેદાય છે, તે આનંદ આપવાની તાકાત જગતના કોઈ પદાર્થમાં નથી.
ધનના ઢગલા આત્માને હિતનું કારણ થતા નથી, તેમ નિર્ધનતા તે કાંઈ આત્માના
હિતમાં નડતી નથી. અરે, આ શરીર જ આત્માનું નથી ત્યાં બીજાની શી વાત? જ્ઞાની
તો શરીરને એક વસ્ત્રસમાન પોતાથી જુદું જાણે છે; શરીરરૂપી વસ્ત્ર ફાટે–તૂટે–બદલે તેથી
કાંઈ આત્મા ફાટતો–તૂટતો કે મરતો નથી. ચારેકોરની શરીરની પીડા વચ્ચે પણ જેમાં
વિશ્રામ લેતાં પરમ શાંતિનું વેદન થાય એવો હું આત્મા છું. બહારમાં શરીર સળગતું
હોય ને અંદર આત્મા તો આનંદસમુદ્રમાં પરમશાંતિ વેદતો હોય. –કેમકે શરીર જુદું છે,
આત્મા જુદો છે. જુઓને, આ શત્રુંજય ઉપર પાંડવો કેવા ધ્યાનમાં ઉભા છે! બહારમાં
શરીર તો સળગે છે પણ તેઓ તો અંદર આત્માની શાંતિમાં ઠરી ગયા છે; તેમાં એવા
મશગુલ છે કે શરીર બાળનાર પ્રત્યે ક્રોધનો વિકલ્પ પણ થતો નથી. અરે! સાથેના બીજા
ભાઈઓનું શું થાય છે તે જોવાની પણ વૃત્તિ ઊઠતી નથી, આત્માની પરમશાંતિમાં લીન
થઈ, કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામે છે. વાહ, જુઓ આત્માની તાકાત! એક જ કાળે
શરીર બળે છે, આત્મા ઠરે છે–એમ બંને તત્ત્વોની ક્રિયા તદ્ન જુદી છે. આમ ભેદજ્ઞાન
કરીને આત્માનું સમ્યગ્જ્ઞાન કરવું જોઈએ. આવું સમ્યગ્જ્ઞાન તે જ સાચો વિવેક છે. દેહ
અને આત્મા એક છે, અથવા શુભરાગ જીવને જ્ઞાનનું સાધન છે–એવી બુદ્ધિ તે તો મોટો
અવિવેક છે, તેમાં આત્માનું અહિત છે. ભલે બહારમાં બીજા અનેક ડહાપણ દેખાડતો
હોય પણ જેને દેહથી ભિન્ન ને રાગથી ભિન્ન આત્માનું ભાન નથી તે જીવ પરમાર્થમાં
અવિવેકી છે, તેને આત્માનું હિત થતું નથી. અને કોઈને ભલે બહારનાં ડહાપણ કદાચિત
ન આવડતા હોય, પણ અંતરમાં સ્વ–પરની ભિન્નતાના વિવેક વડે જેણે આત્માનું
સમ્યગ્જ્ઞાન કર્યું છે તે મહાન વિવેકી છે. સમ્યગ્જ્ઞાન તે જ સાચો વિવેક છે, તેમાં જ
આત્માનું હિત છે.
ભલે મોટા રાજપાટ હોય પણ જો આત્માની દરકાર ન કરે, માંસ ખાય, શિકાર
કરે, તો એવા પાપી જીવો નરકે જાય;–ત્યાં રાજપાટ વૈભવ તેને શું કરે? હજારો દેવો
જેની સેવા કરતા હતા–એવા સુભૌમચક્રવર્તી પણ આત્માને ભૂલીને વિષયકષાયમાં તીવ્ર
લીનતાને લીધે નરકમાં ગયો; ત્યાં તેને કોઈ સહાયરૂપ થયું નહીં, તો બીજાની શી વાત?
આત્મા સિવાય બીજું બધું તો અશરણ છે–એમ જાણીને, તે રાજપાટને છોડીને અંતરમાં
ચૈતન્યના શરણે અનેક જીવોએ આત્માનું હિત સાધ્યું છે. ભરતરાજ જેવા ચક્રવર્તી છ
ખંડના રાજમાં ક્્યાંય સુખ માનતા ન હતા, તેનાથી ભિન્ન આત્માના ચૈતન્યસુખને
જાણતા હતા, તેથી