હિતને માટે કામ આવતું નથી. –આ પ્રમાણે હે ભવ્ય જીવ! તું શુભાશુભરાગથી પણ રહિત
એવા ચૈતન્યમય નિજરૂપને ઓળખ. સ્વ–પરના વિવેકમાં રાગને પણ ચૈતન્યથી જુદો
જાણવાનું આવ્યું. અહો, આવું સ્વ–પરનું ભેદજ્ઞાન પ્રશંસનીય છે. સર્વે સંતોએ ભેદજ્ઞાનની
પ્રશંસા કરી છે. કેવું ભેદજ્ઞાન? –કે જે ઉપયોગમાં રાગના કોઈ અંશને ન ભેળવે; રાગથી
સર્વથા જુદો થઈને ઉપયોગ અંતર્મુખ થઈને ઉપયોગમાં જ તન્મયપણે ઠરે,–એવું ભેદજ્ઞાન
અત્યંત પ્રશંસનીય છે. આવું ભેદજ્ઞાન જીવને અપૂર્વ આનંદ પમાડતું પ્રગટે છે, તે પરમ
હિતરૂપ મોક્ષનું કારણ છે. આવા ભેદજ્ઞાન વગર શુભરાગ કરે તોપણ તેમાં આત્માનું હિત
જરાય નથી; ઉલ્ટું એમાં સંતોષ માનીને મનુષ્યભવ હારી જવા જેવું છે.–
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો?
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અરેરે! એક ક્ષણ તમને હવો.!
સુખ નથી; અરે, પુણ્યનું વધવાપણું એ પણ સંસાર જ છે, એમાં કાંઈ આત્માનું સુખ
નથી. બાપુ! અત્યારે તો હવે સંસાર છેદાય ને આત્માનું સુખ મળે એવો ઉપાય કર.
સમ્યગ્જ્ઞાન વડે આત્માને ઓળખવાનો શીઘ્ર ઉદ્યમ કર. આત્માને ભેદજ્ઞાન–પર્યાયરૂપી જે
સુપુત્ર છે તે જ આત્માનું કલ્યાણ કરનાર છે. બહારના સુપુત્ર કાંઈ આત્માને શરણરૂપ
થતા નથી. સંયોગો તો ચલાયમાન છે, તે ચાલ્યા જશે; સવારનો સંયોગ સાંજે નહિ
દેખાય; સવારમાં જેનો રાજ્યાભિષેક થતો જોયો હોય, સાંજે જ તેની ચિતા બળતી
દેખાય! એ સંયોગ કાંઈ આત્માની ચીજ નથી. જ્ઞાન તે આત્માનું નિજસ્વરૂપ હોવાથી
આત્મા સાથે અચલ રહે છે. શુભરાગ પણ ચલાયમાન છે, તે કાંઈ અચલ નથી–સ્થિર
નથી–શરણ નથી–આત્માનું નિજરૂપ નથી. રાગથી ભિન્ન આત્માના ધ્યાન વડે
પરિણમેલું જ્ઞાન તે અચલ છે. તે આત્માનું નિજરૂપ હોવાથી આ લોકમાં કે પરલોકમાં
પણ એવું ને એવું ટકી રહેશે. આત્મા જ પોતે પોતાના સ્વભાવથી તેના જ્ઞાનરૂપ થયો તે
હવે કેમ છૂટે? તે જ્ઞાન સદાય