: ૩૦ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
૧૩. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે જ અતીન્દ્રિયસુખની શ્રદ્ધા કરી શકે.
૧૪. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગે તે જ જિતેન્દ્રિય–જૈન થઈ શકે.
૧૫. જેને સર્વજ્ઞતાની અદ્ભુતતા લાગી તે જીવ સર્વજ્ઞનો પુત્ર (સાધક) થયો.
૧૬. અહો, સર્વજ્ઞતા સુંદર છે, કલ્યાણરૂપ છે, આનંદકારી અનુપમ અને અદ્ભુત છે!
–આવી અદ્ભુત સર્વજ્ઞતા આત્માનો સ્વભાવ જ છે–એવો ઈષ્ટ ઉપદેશ આપીને
ભગવાન મહાવીરે ભવ્યજીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે. તેથી તેમના મોક્ષના
અઢીહજારવર્ષના આ ભવ્ય મહોત્સવની ઉજવણી પ્રસંગે ઘણી જ ભક્તિભાવભીની
શ્રદ્ધા–અંજલી આપણે અર્પણ કરીએ છીએ. –जय महावीर
• મુમુક્ષુને માટે સાવ સહેલો, –પણ મહત્વનો મંત્ર •
એક રાજાના વૃદ્ધમંત્રીને પિ૨વારમાં સેંકડો સભ્યો હતા; બધા સાથે રહેતા હતા,
છતાં તેમનામાં એવો એકસંપ હતો કે આખા ગામમાં તે વખણાતો.
રાજાને આશ્ચર્ય થયું કે એક જ પરિવારમાં આટલા બધા માણસો સાથે રહેવા
છતાં કોઈ જાતના કલેશ વગર એકદમ શાંતિથી બધા કેમ રહી શકતા હશે?
તે વાતનું રહસ્ય જાણવા રાજા પોતે મંત્રીના ઘરે ગયો. સત્કારવિધિ બાદ રાજાએ
મંત્રીને પૂછયું કે તમારા આવડા મહાન પરિવારમાં આવી એકતાનું કારણ શું છે?
વૃદ્ધ–મંત્રીજીએ કાંઈ જવાબ આપવાને બદલે એક કાગળમાં એકસો શબ્દ લખી
આપ્યા, ને કહ્યું કે અમારા વિશાળ પરિવારમાં એકતાનું કારણ આ કાગળમાં લખેલ
મંત્ર છે.
રાજાએ એકાંતમાં જઈને ઉત્સુકતાથી કાગળ ખોલીને મંત્ર વાંચ્યો–અને તે
આશ્ચર્યચક્તિ થઈ ગયો. કાગળમાં માત્ર એક જ શબ્દ ૧૦૦ વાર લખ્યો હતો–
‘સહનશીલતા’ ‘સહનશીલતા’ ‘સહનશીલતા’ .....
બસ, શાંતિ માટે સહનશીલતા એ જ શ્રેષ્ઠ મંત્ર છે, કે જે મંત્ર કોઈ પરિસ્થિતિમાં
કદી નિષ્ફળ જતો નથી.
કેવો સહેલો મંત્ર! અને છતાં જીવનમાં સદાય કેવો ઉપયોગી છે!
(‘जैनजगत’ ના આધારે સાભાર)