Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 53

background image
: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૩૧ :
મ શ્ક રી? –કે –સ ત્ય?
યુવાન બંધુઓ, આ એક યુવાન રાજકુમારની કથા છે...કે
જે પરણીને તરત વૈરાગ્યથી હસતાં–હસતાં સંસારને છોડી દે છે.
ક્્યાં આજના સિનેમાના કુસંસ્કારો! ને ક્્યાં આપણા પુરાણોમાં
ભરેલા આપણા મહાપુરુષોના ઉત્તમ વૈરાગ્યસંસ્કારો! યુવાન
રાજપુત્ર વજ્રબાહુના વૈરાગ્યની આ ઉત્તમ કથા વાંચ્યા પછી પણ
શું તમે સિનેમા જોવાનું નહીં છોડી દો?
જૈનશાસનમાં ધર્માત્માઓના અંતરમાં સંસારપ્રત્યે કેટલી નિર્લેપતા હોય છે?
તથા વૈરાગ્યનો કેવો પ્રવાહ તેના અંતરમાં નિરંતર વર્તતો હોય છે? તે દેખાડનારા
વૈરાગ્યપ્રસંગો પુરાણોમાં ઠેરઠેર ભર્યા છે. તેમાંથી કોઈકોઈ પ્રસંગ આપણે આત્મધર્મમાં
રજુ કરતા રહીશું; તે વાંચીને હે સાધર્મીજનો! તમારા આત્મામાં પરમવૈરાગ્યનું સીંચન
કરજો. મહાપુરુષોએ તો આખા સંસારને ક્ષણમાત્રમાં છોડયો છે, તો તમે બહાદૂર–મુમુક્ષુ
થઈને પાપના કારણભૂત પ્રસંગોને શું ક્ષણમાં નહીં છોડી શકો? સાંભળો,
ભરયુવાનવયમાં તાજી જ પરણેલી મનોદયા રાણી વગેરેને વજ્રબાહુ રાજકુમારે
એકક્ષણમાં છોડી દીધા....તો હે યુવાન બંધુઓ! નિર્વાણના આ ૨૫૦૦ વર્ષીય
મહોત્સવમાં તમે પણ બહાદૂર થઈ જાઓ....તમારા જીવનને આત્મસંસ્કારોથી ઉન્નત
બનાવીને પાપોથી મુક્ત થઈ જાઓ....ને વીરમાર્ગમાં આત્મહિત કરી લ્યો..
ભગવાન ઋષભદેવના ઈક્ષ્વાકુવંશમાં ઋષભદેવથી માંડીને મુનિસુવ્રત તીર્થંકર
સુધીના લાંબાકાળમાં અસંખ્ય રાજાઓ મોક્ષગામી થયા. મલ્લિનાથ ભગવાનના
મોક્ષગમન પછી અયોધ્યાનગરીમાં વિજયરાજાના પૌત્ર વજ્રબાહુકુમાર થયા.
હસ્તિનાપુરની રાજપુત્રી મનોદયા સાથે તેના લગ્ન થયા. લગ્ન પછી થોડા જ દિવસમાં
કન્યાનો ભાઈ ઉદયસુંદર પોતાની બહેનને તેડવા આવ્યો. મનોદયા તેની સાથે જવા
લાગી; ત્યારે વજ્રબાહુકુમાર પણ મનોદયા પ્રત્યેના તીવ્ર પ્રેમને લીધે તેની સાથે જ
સાસરે જવા લાગ્યો.