અને વનોની રમણીય શોભા જોતાં–જોતાં સૌ ચાલ્યા જાય છે. ત્યાં યુવાન રાજકુમાર
વજ્રબાહુની નજર એકાએક થંભી થઈ...અરે, દૂર આ કાંઈક અદ્ભુત શોભા દેખાય છે
–તે શેની છે! એ તે કોઈ ઝાડનું થડ છે? સોનાનો થાંભલો છે? કે કોઈ મનુષ્ય છે?
જરા નજીક જઈને જોયું ત્યાં કુમાર તો આશ્ચર્ય પામી ગયો–અહા! નગ્નદિગંબર મુનિરાજ
ધ્યાનમાં ઊભા છે...મીંચેલી આંખ ને લટકતા હાથ; –દુનિયાને ભૂલીને આત્મામાં ઊંડે–
ઊંડે ઊતરીને કોઈ અદ્ભુત મોક્ષસુખને વેદી રહ્યા છે...જાણે શાંતરસના દરિયામાં
મશગુલ છે! શરીર તપવડે દૂબળું છે તોપણ ચૈતન્યના તેજનો પ્રતાપ સર્વાંગે ઝળકી રહ્યો
છે...હરણ અને સિંહ શાંત થઈને તેમની નજીક બેઠા છે, અરે, એમની શાંતમુદ્રા વનના
પશુઓને પણ એવી વહાલી લાગે છે કે તેઓ પણ શાંત થઈને બેસી ગયા છે.
ડૂબી રહ્યો છું. આ ભોગોથી છૂટીને હું પણ આવી યોગદશા ધારણ કરીશ ત્યારે જ મારો
જન્મ કૃતાર્થ થશે. અત્યારે તો, સમ્યક્આત્મભાન હોવા છતાં જેમ કોઈ ચંદનવૃક્ષ ઝેરી
સર્પથી લપેટાયેલું હોય તેમ હું વિષયભોગોના પાપોથી ઘેરાઈ રહ્યો છું. જેમ કોઈ મૂર્ખ
પહાડના શિખર ઉપર ચડીને ઊંઘે...તેમ હું પાંચઈન્દ્રિયના ભોગરૂપ પર્વતના ભયંકર
શિખર પર સૂતો છું. –ધિક્કાર છે–ભવભ્રમણ કરાવનાર આ ભોગોને! અરે, એક સ્ત્રીમાં
આસક્ત થઈને મોક્ષસુંદરીને સાધવામાં હું પ્રમાદી થઈ રહ્યો છું...પણ ક્ષણભંગુર
જીવનનો શો ભરોસો? મારે તો હવે પ્રમાદ છોડીને આવી મુનિદશા ધારણ કરીને
મોક્ષસાધનામાં લાગી જવું યોગ્ય છે.
છે તેનોય ખ્યાલ રહ્યો નથી...બસ! એકીટસે મુનિ તરફ જોઈ જ રહ્યા છે...ને તેની
ભાવના ભાવી રહ્યા છે.