Atmadharma magazine - Ank 373
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 53

background image
: ૩૪ : આત્મધર્મ : કારતક : ૨૫૦૧
સાચા મિત્ર છો. જીવ જન્મ–મરણ કરતો–કરતો અનાદિથી સંસારમાં ભમી રહ્યો છે,
સ્વર્ગના દિવ્ય વિષયોમાં પણ તેને ક્્યાંય સુખ મળ્‌યું નથી, તો બીજા વિષયોની શી
વાત! આ શરીર ને સંયોગ બધું ક્ષણભંગુર છે. વીજળીના ઝબકારા જેવું જીવન, તેમાં
આત્મહિત ન કર્યું તો આ અવસર ચાલ્યો જશે. વિવેકી પુરુષોએ સ્વપ્ના જેવા આ
સંસાર–સુખોમાં મોહિત થવું યોગ્ય નથી. મિત્ર! તમારી મશ્કરી પણ મને તો કલ્યાણનું
જ કારણ થઈ છે. હસતાં–હસતાં પણ ઉત્તમ ઔષધ પીવાથી શું તે રોગને નથી હરતી?
હરે જ છે; તેમ હસતાં–હસતાં પણ તમે મુનિદશાની વાત કરી, તો તે મુનિદશા
ભવરોગને હરનારી ને આત્મકલ્યાણ કરનારી છે; માટે હું જરૂર મુનિદશા અંગીકાર
કરીશ. તમારી જેવી ઈચ્છા હોય તેમ તમે કરો..
ઉદયસુંદર સમજી ગયો કે હવે વજ્રબાહુકુમારને રોકવાનું મુશ્કેલ છે...હવે તે દીક્ષા
જ લેશે. છતાં મનોદયાના પ્રેમને લીધે કદાચ તે રોકાય–એમ ધારીને તેણે છેલ્લી દલીલ
કરી જોઈ–હે કુમાર! આ મનોદયા ખાતર પણ તમે રોકાઈ જાઓ....તમારા વગર મારી
બહેન અનાથ થઈ જશે...માટે તેના પર કૃપા કરીને આપ રોકાઈ જાઓ–હમણાં દીક્ષા ન
લ્યો.
પરંતુ, મનોદયા પણ વીરપુત્રી હતી...તે કાંઈ રોવા ન બેઠી...તેણે પણ મક્કમ
ચિત્તે કહ્યું–હે બંધુ! તું મારી ચિંતા ન કર! તેઓ જે માર્ગે જશે–હું પણ તે જ માર્ગે જઈશ.
તેઓ વિષયભોગોથી છૂટીને આત્મકલ્યાણ કરશે, તો શું હું વિષયોમાં ડુબી મરીશ?
–નહીં; હું પણ તેમની સાથે જ સંસાર છોડીને અર્જિકા બનીશ ને આત્માનું કલ્યાણ
કરીશ. ધન્ય છે કે મને આત્મહિતનો આવો સુંદર અવસર મળ્‌યો! રોકો મા ભાઈ, તમે
કોઈને રોકો મા! કલ્યાણના પંથે જતા કોઈને રોકો મા! મોક્ષના પંથે જનારને સંસારના
માર્ગમાં ખેંચો મા!
પોતાની બહેનની પણ આવી દ્રઢતા દેખીને હવે ઉદયસુંદરના ભાવમાં પણ
એકાએક પરિવર્તન થઈ ગયું. તેણે જોયું કે મશ્કરી સત્ય બની રહી છે...તેણે કહ્યું–વાહ
વજ્રકુમાર! અને વાહ મનોદયાબેન! ધન્ય છે તમારી ઉત્તમ ભાવનાઓને! તમે બંને
અહીં જ દીક્ષા લેશો તો શું અમે તમને મુકીને પાછા રાજ્યમાં જઈશું? –નહીં; અમે પણ
તમારી સાથે જ મુનિદીક્ષા લઈશું.
ત્યાં તો, આ બધી વાતચીત સાંભળી રહેલા બીજા બધા રાજકુમારો પણ એક