: કારતક : ૨૫૦૧ આત્મધર્મ : ૩૫ :
સાથે બોલી ઊઠયા કે અમે પણ વજ્રકુમારની સાથે જ દીક્ષા લેશું! અને, બીજીકોર
મહિલાઓના ટોળામાંથી રાજરાણીઓનો પણ અવાજ આવ્યો કે અમે બધા પણ
મનોદયાની સાથે અર્જિકાવ્રત લઈશું...
બસ, ચારેકોર ખળભળાટ મચી ગયો....ગંભીર વૈરાગ્યનું વાતાવરણ ફેલાઈ ગયું.
રાજસેવકો તો ગભરાટથી જોઈ જ રહ્યા છે કે આ બધું શું થઈ રહ્યું છે! આ બધા
રાજકુમારોને તથા રાજરાણીઓને અહીં છોડીને એકલા એકલા રાજ્યમાં પાછા કઈ રીતે
જવું? જઈને આ રાજકુમારોના માતા–પિતાઓને શું જવાબ દેવો!
તેઓ મુંઝાયા. છેવટે એક મંત્રીએ રાજપુત્રોને કહ્યું: હે કુમારો! તમારી
વૈરાગ્યભાવનાને ધન્ય છે...પણ અમને મુશ્કેલીમાં ન મુકો....તમે અમારી સાથે પાછા
ચાલો ને માતા–પિતાની રજા લઈને પછી દીક્ષા લેજો...
વજ્રકુમારે કહ્યું: અરે સંસારબંધનથી છૂટવાનો આવો અવસર આવ્યો, ત્યારે
માતા–પિતાને પૂછવા કોણ રોકાય? અમે ત્યાં આવીએ તો માતા–પિતા મોહવશ થઈને
અમને રોકે; માટે તમે સૌ જાઓ, ને માતા–પિતાને સમાચાર કહી દેજો કે તમારા પુત્રો
મોક્ષને સાધવા ગયા છે માટે તમે દુઃખી ન થશો.
ત્યારે મંત્રીએ કહ્યું: કુમારો! તમે અમારી સાથે ભલે ન આવો; પરંતુ અમે જઈને
માતા–પિતાને ખબર આપીએ ત્યાંસુધી અહીં રોકાઈ જાઓ.
કુમારોએ કહ્યું: અરે, એકક્ષણ પણ હવે આ સંસાર ન જોઈએ...જેમ પ્રાણ ઊડી
ગયા પછી શરીર શોભતું નથી, તેમ અમારો મોહ છૂટી ગયા પછી હવે ક્ષણમાત્ર આ
સંસાર ગમતો નથી આમ કહીને બધા કુમારો ચાલવા લાગ્યા...ને મુનિરાજ પાસે
આવ્યા...
ગુણસાગર–મુનિરાજ પ્રત્યે હાથ જોડીને વિનયપૂર્વક નમસ્કાર કરી વજ્રકુમારે કહ્યું
–હે સ્વામી! મારું ચિત્ત સંસારથી અતિ ભયભીત છે; આપના દર્શનથી મારું મન પવિત્ર
થયું છે ને હવે હું ભવસાગરને પાર કરનારી એવી ભગવતી દીક્ષા અંગીકાર કરીને આ
સંસારના કીચડમાંથી નીકળવા ઈચ્છું છું–માટે હે પ્રભો! મને દીક્ષા આપો!
જેઓ ચૈતન્યસાધનામાં મગ્ન છે અને હમણાં જ સાતમેથી છઠ્ઠા ગુણસ્થાને આવ્યા
છે–એવા તે મુનિરાજે વજ્રકુમારની ઉત્તમ ભાવના જાણીને કહ્યું: હે ભવ્ય! લે આ
મોક્ષના કારણરૂપ ભગવતી જિનદીક્ષા! તું અત્યંત નીકટ ભવ્ય છો કે તને મુનિવ્રતની