Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 41

background image
: ૧૦ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
કહે છે કે દેવ સહાય કરવા આવે તોપણ મારે તેનું શું કામ છે? મારો ધર્મ તો મારા
આત્માની અનુભૂતિવડે હું સાધી જ રહ્યો છું, દેવ આવીને તેમાં શું કરશે? મારા સ્વાધીન
મોક્ષમાર્ગમાં નથી મારે કોઈની સહાયની જરૂર, કે નથી મને કોઈ વિઘ્ન કરનાર.–આવી
સ્વાધીનતાને નહિ જાણનારા, રાગના ને વિષયોના ભીખારી જીવો મોક્ષને સાધી શકતા
નથી. શૂરવીરને વળી સહાય શી? તેમ સ્વાધીન એવો મોક્ષમાર્ગ, તેમાં ચાલનારા વીર
જીવોને અન્ય કોઈના આશ્રયની બુદ્ધિ હોતી નથી. અહો, આ તો એકત્વનો માર્ગ છે,
સ્વાધીનતાથી શોભતો વીરોનો માર્ગ છે.
સ્વજ્ઞેયને જે જાણે તે સ્વસમય છે: સ્વજ્ઞેયને જે ન જાણે તે ખરેખર જ્ઞાન જ નથી
* જે પર્યાયે અંતર્મુખ થઈને આખા સ્વભાવને સ્વજ્ઞેયપણે જાણ્યો તે પર્યાય
સ્વભાવમાં અભેદ થઈને પરિણમી, તેથી તે પર્યાય આત્માની જ છે અથવા
અભેદપણે તે આત્મા જ છે–એમ કહ્યું;–પછી ભલે તે પર્યાયમાં સ્વ–પરને
જાણવાનું સામર્થ્ય હોવાથી પરને પણ તે જાણે. આત્મામાં અભેદ થયેલી તે
પર્યાય સ્વ–પરપ્રકાશકસ્વભાવપણે પરિણમે છે, તે તો તેનો સ્વભાવ જ છે.
આવા આત્માને જે સ્વજ્ઞેય બનાવે છે તે સ્વસમય છે.
* અને, આવા જ્ઞાનસ્વભાવી સ્વજ્ઞેયને જે પર્યાય નથી જાણતી, ને સ્વના
અસ્તિત્વને ભૂલીને એકલા પરજ્ઞેયને જાણવા જાય છે, તે પર સાથે એકત્વપણું
માનીને અજ્ઞાનરૂપ પરિણમે છે, એટલે તેને ખરેખર જ્ઞાનસ્વભાવની પર્યાય
કહેતા નથી. પર સાથે એકત્વ માન્યું માટે તેને પર પર્યાય જ કહી દીધી; ને એવી
પર્યાયમાં જે સ્થિત છે તે જીવને પરસમયમાં સ્થિત કહ્યો.
મોક્ષનું સાધક જ્ઞાન–તેનું લક્ષ્ય આત્મા છે
* અરે, સ્વતત્ત્વનું અસ્તિત્વ જેમાં ન જણાય–એ તે જ્ઞાન કેવું? જ્ઞાનનું લક્ષ્ય તો
પોતાના આત્મા હોવો જોઈએ. સ્વને ભૂલીને એકલા પરને જે લક્ષ્ય બનાવે છે તે
જ્ઞાન સાચું નથી. સ્વને જાણે તે જ્ઞાન સ્વમાં તન્મય થઈને અનંતગુણના સ્વાદને
એકસાથે અનુભવે છે, તે જ્ઞાન મોક્ષનું સાધક છે.
અહો, વીતરાગી જિનમાર્ગ! તારી બલિહારી છે...
તેં અનંતસુખમય જીવન આપ્યું છે.
* અહો, આવું સ્પષ્ટ સ્વ–પરનું ભેદજ્ઞાન તો વીતરાગી વીરમાર્ગમાં જ છે. જ્ઞાનનો