: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૭ :
થતી નથી, ભાઈ, તું મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો, તો મહાવીરભગવાનનો
માર્ગ તો આ છે કે પરથી ભિન્ન એવા પોતાના સ્વસમયને જાણીને તેમાં સ્થિત થા.
અનેકાન્તદ્રષ્ટિવડે સ્વદ્રવ્યગુણપર્યાયને પરથી જુદા જાણીને તેનો જ આશ્રય કર; સ્વ–
સન્મુખ પરિણમીને શુદ્ધચેતનારૂપ આત્મવ્યવહારનો આશ્રય કર,–એટલે કે શુદ્ધ–ચેતના–
પરિણતિને અંગીકાર કર,–તો તને સ્વસમયપણું થશે.–એ જ મહાવીરશાસનનો સાર છે.
• જેઓ અનેકાંતદ્રષ્ટિવાળા સ્વસમય–ધર્મી છે તેઓ મનુષ્યવ્યવહારના
ક્રિયાકલાપને ભેટતા નથી, પણ તેનાથી પોતાની ચેતનાને ભિન્ન જાણીને
ચેતનરૂપ સ્વદ્રવ્યને જ ભેટે છે.
• પર પ્રત્યે પરમ ઉદાસીનતાને લીધે તેમને રાગ–દ્વેષના ઉન્મેષ અટકી જાય છે.
• પરદ્રવ્યની સંગતિ છોડી છે ને કેવળ સ્વદ્રવ્યની જ સંગતિ કરી છે તેથી
સ્વદ્રવ્યના આશ્રયે શુદ્ધપરિણતિરૂપ સ્વસમયપણું થાય છે.
–આવું સ્વસમયપણું તે જ જિનેશ્વરભગવંતોનો માર્ગ છે.
હું મનુષ્ય છું, શરીરાદિની ક્રિયાઓ મારી છે, તેને હું કરું છું, ધન–મકાન–પુત્રાદિ
મારાં ને હું તેનો માલિક–એમ માનીને વર્તવું તે અજ્ઞાનીનો મનુષ્યવ્યવહાર છે. જ્ઞાની
એવા મિથ્યા (અસદ્ભુત) વ્યવહારમાં આત્માપણે વર્તતા નથી.
શરીર અને સંયોગો બદલવા છતાં હું તો તેનાથી જુદો મારી ચેતનારૂપે જ
અવિચલ રહું છું–એમ પોતાની ચેતનારૂપે જ વર્તન તે જ્ઞાનીનો આત્મવ્યવહાર છે; જ્ઞાની
તેમાં વર્તે છે.
દેહ અને આત્માને એક માનીને મનુષ્યાદિ પર્યાયમાં જેઓ લીન વર્તે છે તેઓ
એકાંતદ્રષ્ટિવાળા છે, તેઓ મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા થકા રાગી–દ્વેષી થાય છે ને
સંસારમાં રખડે છે. સ્વજ્ઞેયને તેઓ જાણતા નથી, ને પરજ્ઞેયમાં તન્મયપણું માનીને
જડકર્મ સાથે સંબંધ કરીને, પરસમય થઈને સંસારમાં રખડે છે.
અનેકાંતદ્રષ્ટિવાળા ધર્મી જીવો, ચેતનાલક્ષણવડે પોતાને પરદ્રવ્યથી સર્વથા ભિન્ન
અનુભવતા થકા, સ્વજ્ઞેયને જાણતા થકા, ભગવાન આત્મસ્વભાવમાં જ સ્થિત છે; તેઓ
પરદ્રવ્યો પ્રત્યે ઉદાસીન વર્તતા થકા, રાગ–દ્વેષરૂપે નહિ થતા થકા, કેવળ ચિન્માત્ર
સ્વદ્રવ્યમાં જ એકત્વપણે પરિણમતા થકા, શુદ્ધચેતનારૂપ આત્મવ્યવહારનો આશ્રય કરે
છે, તેઓ સ્વસમય છે, ને આનંદમય પરમાત્મપદને પામીને સદાકાળ સ્વઘરમાં વસે છે,