Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 41

background image
: ૧૮ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
તે અપૂર્વ મંગળ વાસ્તુ છે.
‘દ્રવ્યગુણપર્યાય’ રૂપ વસ્તુના એકત્વ વડે જ પર્યાયબુદ્ધિ ટળે છે
પ્રવચનસાર જ્ઞેયઅધિકારમાં–तेसि पुणो पज्जाया–એટલે કે દ્રવ્યગુણથી પર્યાયો
થાય છે,–એ અલૌકિક વાત કરી છે. તે વાત જેઓ નથી સમજી શક્યા, તેઓ પર્યાયમૂઢ
છે. જેઓ એકલી પર્યાયને જ જાણે છે પણ દ્રવ્ય–ગુણમાંથી પર્યાય આવે છે એમ નથી
જાણતા, એટલે કે જેઓ દ્રવ્ય–ગુણમાંથી પર્યાય આવે છે એમ માનીને દ્રવ્યનો આશ્રય
નથી કરતા ને પર્યાયનો જ આશ્રય કરે છે, તેઓ પર્યાયમૂઢ છે, ને પર્યાયમૂઢ તે પરસમય
એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે.
દ્રવ્ય–ગુણથી પર્યાયો થાય છે એમ નક્કી કરતાં પરનો આશ્રય છૂટી ગયો ને
દ્રવ્યનો આશ્રય થયો–દ્રવ્યસન્મુખ પરિણમન થવા માંડ્યું. વર્તમાન પર્યાય તો દ્રવ્ય–
ગુણમાંથી આવે છે એમ નક્કી કર્યું એટલે ત્રિકાળી રહેનાર અને પરિપૂર્ણ એવા દ્રવ્યગુણ
સાથે પર્યાયનો સંબંધ થતાં, તે ત્રિકાળના આશ્રયે પર્યાયમાં નિર્મળતાનું જોર પ્રગટ્યું.
પણ દ્રવ્ય–ગુણમાંથી પર્યાય ન માનતાં પર્યાયને જ માને તો પર્યાયના આશ્રયે પર્યાયમાં
નિર્મળતાનું જોર આવતું નથી; જે દ્રવ્ય–ગુણના આશ્રયે પર્યાય ન માને તે પર્યાયનો
સંબંધ પર સાથે માને, પરંતુ પર સાથે તો બિલકુલ સંબંધ નથી એટલે તેને પર્યાયમાં
કાંઈ જોર આવતું નથી. કેમકે પરમાંથી તો કાંઈ પર્યાયનું જોર આવતું નથી; તે જોર તો
દ્રવ્ય–ગુણમાંથી જ આવે છે, (માટે
तेसिं पुणो पज्जाया એટલે દ્રવ્યગુણથી પર્યાયો છે–
એ રીતે દ્રવ્યગુણપર્યાયરૂપ વસ્તુનું એકત્વ (અનન્યત્વ) જાણીને, દ્રવ્યસ્વભાવમાં
અંર્તમુખ થવાનું ને પરથી પરાંગ્મુખ થવાનું શ્રી આચાર્યદેવે બતાવ્યું છે. વર્તમાન અંશ
છે તે આખા અંશીમાં અંતર્મુખ ન વળે એટલે કે એકત્વની અનુભૂતિ ન કરે ત્યાં સુધી
‘દ્રવ્ય’ ની શ્રદ્ધા બેસે નહિ ને પર્યાયમૂઢતા ટળે નહિ.
ધ્રુવ દ્રવ્ય તો કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો પર્યાય છે, તે પર્યાય અંતર્મુખ થઈને
ધ્રુવ દ્રવ્ય તરફ વળે એટલે કે તન્મયતા કરે તો જ દ્રવ્યને માન્યું કહેવાય ને ત્યારે જ
‘દ્રવ્યની પર્યાય’ માની કહેવાય. જો પરાશ્રય છોડીને સ્વાશ્રય–દ્રવ્ય તરફ ન વળે તો તેણે
‘દ્રવ્યની પર્યાય છે’ એમ ખરેખર માન્યું ન કહેવાય. ‘પર્યાય દ્રવ્યની છે’ એવી માન્યતા
થતાં દ્રવ્યસન્મુખી પરિણમન થયા વગર રહે નહિ.