: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૧૯ :
દ્રવ્ય જુદું ને પર્યાય જુદી–એમ માનવું તે પણ ભેદબુદ્ધિ છે. દ્રવ્ય–પર્યાયના ભેદથી
પાર જે કોઈ પરમ સત્ તત્ત્વ છે તે સર્વોપરિ તત્ત્વના સ્વીકારમાં જ પર્યાયબુદ્ધિ છૂટી
જાય છે.
‘દ્રવ્યની પર્યાય છે’ એમ જાણવાનું ફળ સ્વસન્મુખ પરિણમન છે.
હવે જીવ!
વીતરાગી સંતના દરબારમાં તારે બેસવું હોય તો તું તારા
પરમાત્મસ્વરૂપને સંભાળીને સમ્યગ્દ્રષ્ટિ થા. સંતોના વીતરાગી દરબારમાં
બેસવાનો અધિકારી સમ્યગ્દ્રષ્ટિને જ છે.
વીતરાગમાર્ગ
અહા, વીતરાગમાર્ગ તો વીતરાગ જ છે. આત્માનો જે આનંદ છે તે
વીતરાગમાર્ગમાં જ છે. જય હો વીતરાગમાર્ગનો....જય હો જૈનધર્મનો.
શાંત....શાંત
આ જગતમાં આ ચૈતન્યસ્વરૂપ આત્મા પોતે એવો શાંત છે–એવો
મહાન છે–કે કોઈપણ પરિસ્થિતિની પાછળ ખેંચાઈને અશાંત (ખેદખિન્ન)
થયા વગર તે પોતાની શાંતિના મધુરા વેદનમાં રહી શકે છે.
વાહ! ચૈતન્ય–શાંતિનું વેદન કેવું મધુર છે!
દેહબુદ્ધિજન આત્મને કરે દેહસંયુક્ત
આત્મબુદ્ધિજન આત્મને તનથી કરે વિમુક્ત.