Atmadharma magazine - Ank 374
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 41

background image
: ૨૦ : આત્મધર્મ : માગશર : ૨૫૦૧
જિનપરમેશ્વર મહાવીરે કહેલી
અનેકાન્તમય ઉત્તમ વસ્તુવ્યવસ્થા
જે પર્યાયમૂઢ છે તે પરસમય છે. તે જીવ–પુદ્ગલના સંયોગરૂપ
અશુદ્ધપર્યાયનો જ આશ્રય કરતો થકો પરસમયરૂપ થઈને
સંસારમાં રખડે છે. અને ધર્મી અવિચલિત ચેતનાવિલાસરૂપ
આત્મવ્યવહારને અંગીકાર કરીને મોક્ષમાર્ગને સાધે છે.
પર્યાયમૂઢને પરસમય કહ્યો–માટે પર્યાયને આત્માની માનવી જ નહિ–એ વાત
સાચી છે?–ના; પર્યાયને પરસમય નથી કહી, પણ પર્યાયમાં જ જે મૂઢ છે તેને પરસમય
કહેલ છે. પર્યાય પોતે પરસમય નથી, પર્યાયસ્વરૂપ ને ગુણસ્વરૂપ તો વસ્તુ પોતે જ છે.
વસ્તુ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી જુદી નથી. ગુણસ્વરૂપ જે દ્રવ્ય છે તે જ પર્યાયરૂપ
પરિણમે છે, ને તેનાથી તે અભિન્ન છે.
પર્યાયમૂઢ તે પરસમય કહ્યો, તેનો અર્થ એમ નથી કે પર્યાયને આત્માની માનવી
જ નહીં. પર્યાયો ને ગુણોસ્વરૂપ તો આત્મા છે જ; પણ ગુણ–પર્યાયસ્વરૂપ શુદ્ધ
ચૈતન્યવસ્તુને ન જાણતાં, એકલી અસમાનજાતીય પર્યાયને જ જે આત્માનું સ્વરૂપ માની
લ્યે છે, એ રીતે પોતાને દેવાદિ પર્યાયરૂપે કે રાગાદિ અશુદ્ધભાવરૂપે જ જે અનુભવે છે, તે
જીવ પર્યાયમાં જ મૂઢ હોવાથી (ને શુદ્ધદ્રવ્ય–ગુણને ભૂલી ગયો હોવાથી) મૂઢ–
મિથ્યાદ્રષ્ટિ છે. શુદ્ધ ગુણ–પર્યાયના પિંડરૂપ જે સાચું આત્મતત્ત્વ છે તેને તે પ્રાપ્ત કરી
શકતો નથી. અજ્ઞાની અશુદ્ધ પર્યાયરૂપે પરિણમતો થકો, તેટલો જ પોતાને અનુભવે છે.
જો શુદ્ધચેતનાપર્યાયને અનુભવે તો–તો પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણને પણ ઓળખી જ લ્યે,
કેમકે શુદ્ધ ચૈતન્યરૂપ ગુણ–પર્યાયથી અભેદવસ્તુ તે જ આત્મા છે.–અને એ જ
જિનપરમેશ્વરે કહેલી ઉત્તમ વસ્તુવ્યવસ્થા છે, આ સિવાય બીજી કોઈ વ્યવસ્થા ભલી નથી.
ચેતનપર્યાય છે તે આત્માની જ છે, ને આત્માના દ્રવ્ય–ગુણોથી જ તે થયેલી છે.
તે પર્યાયને આત્માના દ્રવ્ય–ગુણથી થયેલ ન માનતાં પરથી થયેલી જે માને તે પણ
પર્યાયબુદ્ધિ છે. મારી પર્યાય મારા દ્રવ્ય–ગુણથી થાય છે–એમ સમ્યક્પ્રકારે જે જાણે