: માગશર : ૨૫૦૧ આત્મધર્મ : ૨૧ :
છે તેને તો પર્યાય દ્રવ્ય–ગુણમાં અભેદ થઈને શુદ્ધતારૂપ પરિણમેલી છે. અશુદ્ધપર્યાયો તે
પરસમયો છે; ને આત્માના સ્વભાવઆશ્રિત થયેલી શુદ્ધચેતનાપર્યાય તે તો અવિચલિત
ચેતના વિલાસરૂપ આત્મવ્યવહાર છે, ને તેને તો ધર્મી અંગીકાર કરે છે. તેમાં પર્યાય–
બુદ્ધિ નથી, પણ સ્વદ્રવ્યના સંગે સ્વસમયરૂપ પરિણમન છે–મોક્ષમાર્ગ છે.
જ્ઞેય એટલે સ્વ અને પર બધાય તત્ત્વો; તેમાં પોતાનો શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાય–
સ્વરૂપ આત્મા તે સ્વજ્ઞેય છે; તેને જાણીને શ્રદ્ધા કરતાં સમ્યગ્દર્શન થાય છે. હું જ્ઞાયક–
સ્વભાવી આત્મા છું; મારું અસ્તિત્વ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ સ્વજ્ઞેયમાં પૂરું થાય
છે; અન્ય વડે મારું અસ્તિત્વ નથી; અન્યના અસ્તિત્વથી તદ્ન ભિન્ન મારું અસ્તિત્વ છે.
અહો, જેને પોતાના આવા સ્વરૂપ–અસ્તિત્વનું વેદન થયું તે જીવ પોતાના અનંત
સ્વભાવોથી પોતાને પરિપૂર્ણ દેખે છે, એટલે સ્વસન્મુખ થઈને તેને જ તે ભાવે છે; પોતે
પોતાથી જ તૃપ્ત–સુખી થઈ જાય છે. આ સ્વજ્ઞેયને જાણવાનું ફળ છે.
બે વ્યવહાર: એક મોક્ષનું કારણ; એક સંસારનું કારણ
ચૈતન્યમય શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયની અભેદતારૂપ સ્વજ્ઞેયની અનુભૂતિમાં તો
રાગ પણ પરજ્ઞેયપણે બહાર રહી જાય છે; ત્યાં તો આત્મા પોતાની અવિચલિત ચેતના
સાથે આનંદમય વિલાસમાં વર્તે છે;–આ જ ધર્મીનો વ્યવહાર છે, ને આવો વ્યવહાર તે
મોક્ષનું કારણ છે. શુદ્ધચેતનારૂપ વર્તન કહો, મોક્ષનું સાધન કહો, આત્માનો શુદ્ધ વ્યવહાર
કહો કે ધર્મીજીવની ક્રિયા કહો.–આવો શુદ્ધ આત્મવ્યવહાર અજ્ઞાની જીવને હોતો નથી;
પોતાના નિશ્ચયસ્વભાવના ભાનસહિત ધર્મીને જ આવો વ્યવહાર હોય છે.–આવો
વ્યવહાર ધર્મીએ અંગીકાર કરવા યોગ્ય છે. પણ ‘હું મનુષ્ય છું, હું દેવ છું, હું રાગી–દ્વેષી
છું’–એવી સ્વ–પરની એકત્વબુદ્ધિપૂર્વકનો જે મનુષ્યત્વાદિ વર્તનરૂપ વ્યવહાર–તે તો
અજ્ઞાનીને વહાલો છે, ધર્મી જીવો તેવા વ્યવહારને અંગીકાર કરતા નથી; અજ્ઞાનીનો તે
વ્યવહાર સંસારનું કારણ છે. ધર્માત્માને શુદ્ધચેતનાવિલાસરૂપ જે શુદ્ધઆત્મવ્યવહાર છે
(–જેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સમાય છે) તે સ્વજ્ઞેયરૂપ છે ને તે મોક્ષનું કારણ
હોવાથી અંગીકાર કરવા યોગ્ય છે.
‘એકત્વ–વિભક્ત’ આત્મા કહો કે ‘સ્વજ્ઞેય’ કહો,–મહાવીરશાસનમાં તેનું સ્વરૂપ
બતાવીને કુંદકુંદસ્વામીએ ભવ્યજીવો ઉપર મોટો ઉપકાર કર્યો છે. તેમના પ્રતાપે
મહાવીરપ્રભુનું શાસન આજે પણ જયવંત વર્તી રહ્યું છે, તેને પામીને સ્વ–પરજ્ઞેયોને
જાણીને, પોતાનું કલ્યાણ કરવાનો આ અવસર છે. તેમાંય અત્યારે તો ભગવાનના
નિર્વાણના ૨૫૦૦ વર્ષનો મહોત્સવ ચાલે છે.
જય મહવર