Atmadharma magazine - Ank 375
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 49

background image
: પોષ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
સહિતની કોઈ પરમઅદ્ભુત તાકાત ભરેલી છે. અને ધર્મીને તે પર્યાયમાં પણ
પોતાનો અખંડ સામાન્યજ્ઞાનસ્વભાવ વ્યાપેલો દેખાય છે.
* અરે, પોતાની પર્યાયની અંદર વ્યાપેલા પોતાના જ્ઞાનસ્વભાવને પણ જે ન જાણે,
તે પોતાની પર્યાયથી બહાર એવા પરદ્રવ્યને ક્યાંથી જાણે ? જે આંધળો પોતાના
શરીરને નથી દેખતો તે બીજાને ક્યાંથી દેખશે? સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના
સર્વજ્ઞસ્વભાવી આત્માને ઈન્દ્રિયાતીત મતિશ્રુતજ્ઞાનવડે પ્રત્યક્ષ કરે છે, પછી તેની
વિશેષ ભાવનારૂપ એકાગ્રતા વડે શુદ્ધોપયોગી થઈ રાગ–દ્વેષનો ક્ષય કરી,
કેવળજ્ઞાનરૂપ પરિણમે છે. તે કેવળજ્ઞાન સંપૂર્ણ જ્ઞાન–વિશેષોવાળું પરિપૂર્ણ છે, ને
કેવળજ્ઞાની પ્રભુ એવા અનંત વિશેષોરૂપે પરિણમેલા સર્વજ્ઞસ્વભાવી આત્માને
કેવળજ્ઞાનવડે સાક્ષાત્–પ્રત્યક્ષ જાણે છે.
* ભગવાન મહાવીર આવા સર્વજ્ઞ છે; –એમ સર્વજ્ઞસ્વરૂપે તેમની ઓળખાણ તે જ
‘સર્વજ્ઞ મહાવીર’ ની સાચી ઓળખાણ છે. એવી ઓળખાણ કરનાર જીવ
આત્માને જાણીને મહાવીરના માર્ગે મોક્ષમાં જાય છે.
जय महावीर
શોધી કાઢો–‘એક મજાનું કામ!’
(જે તમે અત્યારે કરી રહ્યા છો)
એક કામ એવું સુંદર મજાનું ને હિતકાર છે કે જે તમે
એકલા–એકલા પણ કરી શકો છો; તે કામ કરતી વખતે
જાણે આપણે વહાલી માતાના ખોળામાં બેઠા હોઈએ એવી
શાંતિ થાય છે; તે કામ એવું મજાનું છે કે જે કરવાથી
આપણો થાક ઊતરી જાય છે; મુમુક્ષુ એકલો હોય ત્યારે આ
કામ તેનું ખાસ સાથીદાર બની જાય છે ને તેને આનંદ
પમાડે છે; આ કામ સદાય લાભકારક જ છે, તેનાથી કદી
નુકશાન થતું નથી. તે કામ સૌએ વખાણ્યું છે ને લગભગ
દરેક મુમુક્ષુ તે સારૂં કામ દરરોજ કરતો હોય છે; તે કામ એવું
નિર્દોષ છે કે મુનિઓ પણ તે કામ કરે છે; દિવસે તેમજ રાત્રે
પણ તે થઈ શકે છે. તેનો છેલ્લો અક્ષર ‘...ય’ છે. તમે પોતે
પણ અત્યારે તે કામ કરી જ રહ્યા છો.–
–કહો જોઈએ ક્યું છે તે કામ?