: ૬ : આત્મધર્મ : પોષ : ૨૫૦૧
••
અધ્યાત્મ–કવિ પં. બનારસીદાસજીએ નાટક
સમયસારમાં છેલ્લે ૧૪ ગુણસ્થાનનું વર્ણન કર્યું છે; તેમાં
અણુવ્રતરૂપ પંચમગુણસ્થાનના વર્ણનમાં શ્રાવકનાં ૨૧ ગુણો
બતાવ્યા છે. તે સર્વે જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી અહીં
આપીએ છીએ. દરેક મુમુક્ષુએ આ ગુણોનું સ્વરૂપ વિચારીને
પોતામાં ધારણ કરવા; તેના વડે જીવન શોભી ઊઠશે:–
(સવૈયા)
લજ્જાવંત, દયાવંત, પ્રશાંત, પ્રતીત્તવંત, પરદોષકો ઢકૈયા, પર–ઉપકારી હૈ;
સૌમ્યદ્રષ્ટિ, ગુણગ્રાહી, ગરિષ્ટ, સબકો ઈષ્ટ, શિષ્ટપક્ષી, મિષ્ટવાદી, દીરધ–વિચારી હૈ;
વિશેષજ્ઞ, રસજ્ઞ, કૃતજ્ઞ, તજ્ઞ ધરમજ્ઞ, ન દીન ન અભિમાની, મધ્ય વ્યવહારી હૈ;
સહજ વિનિત, પાપ ક્રિયાસોં અતીત ઐસો શ્રાવક પુનીત ઈકવીસ ગુણધારી હૈ.
૧. લજ્જાવંત:– કોઈ પણ પાપકાર્ય, અન્યાય, અનીતિ વગેરેમાં તેને શરમ આવે કે
અરે! હું જૈન; હું જિનવરદેવનો ભક્ત, હું આત્માનો જિજ્ઞાસુ, –તો
મને આવા પાપકાર્ય શોભે નહિ; મારું જીવન તો રત્નત્રયરૂપ ઉત્તમ
ભાવવાળું હોય.
૨. દયાવંત:– અરે, આ ઘોર દુઃખમય સંસાર, તેમાં જીવો કેવા દુઃખી છે!! મારા
નિમિત્તે કોઈ જીવને દુઃખ ન હો, કોઈને દુઃખ દેવાનો ભાવ મને ન હો
મારો આત્મા દુઃખથી છૂટે, ને જગતના જીવો પણ દુઃખથી છૂટે,–
એવી દયા ભાવના હોય છે.
૩. પ્રશાંત:– કષાય વગરના શાંત પરિણામ હોય; માન–અપમાનાદિના નજીવા
પ્રસંગોમાં વારંવાર ક્રોધ થઈ આવે, કે નજીવા પ્રસંગમાં હરખના
હીલોળે ચડી જાય–એવું તેને ન હોય; બંને પ્રસંગોમાં વિશેષ ક્રોધ કે
હરખ વગર શાંત–ગંભીર પરિણામવાળો હોય.