દીધો હતો. ત્યારબાદ ગુરુદેવ સાથેની આ તીર્થયાત્રામાં હર્ષોપલક્ષમાં સેંકડો યાત્રિકોએ
તીર્થયાત્રાફંડમાં દાનની રકમોની એવી રમઝટ બોલાવી કે તે લખવામાં પહોંચી ન શકાયું....
અંતે ફાળો લખવાનું બંધ કરીને ભક્તિ શરૂ કરવી પડી...અજમેરની ભજનમંડળીએ ભક્તિ
કરાવી હતી. ત્યારબાદ નેમપ્રભુના ચરણની પૂજા થઈ હતી.
સહેસાવનના ઉપલા ભાગમાં એક બીજી ઘૂમટી છે,–જેમાં કેવળજ્ઞાન–કલ્યાણક તરીકેના શ્રી
નેમનાથ ચરણોની સ્થાપના છે. ત્યાં પણ દર્શન કર્યાર્. આ રીતે ચારિત્રધામ અને
કેવળજ્ઞાનધામની યાત્રા ગુરુદેવ સાથે કરીને આનંદ–મંગળનાં ગીત ગાતાં ગાતાં સૌ પહેલી
ટૂંકે આવ્યા.
રાજુલના વૈરાગ્યપ્રસંગનો સંવાદ (રાજુલ–બાબુલ સંવાદ) શ્રોતાઓને વૈરાગ્યભાવનામાં
ઝૂલાવતો હતો. વિવાહ કરવા આવેલા નેમનાથ જ્યારે પાછા ફરી જાય છે...ને મુનિદીક્ષા
ધારણ કરે છે, ત્યારે સતી રાજીમતી વિલાપ કે આર્તધ્યાન નથી કરતી પરંતુ પોતે પણ વૈરાગ્ય
પામીને પિતાજીને કહે છે કે: મારા નાથ જે માર્ગે ગયા...હું પણ તે જ માર્ગે જઈશ. ભગવાને
સહેસાવનમાં જઈને ચારિત્રનો માર્ગ લીધો તો હું પણ તે જ માર્ગે જઈને અર્જિકા બનીશ....ને
સ્ત્રીપર્યાય છેદીને એક ભવમાં મોક્ષને સાધીશ....ધન્ય છે કે મને સંયમનો અવસર મળ્યો....
મહાન આદર્શરૂપ છે–એ બંનેના જીવન! ત્રણ કલ્યાણકધામની યાત્રા પ્રસંગે ખરેખર અહીં
જ્ઞાન–વૈરાગ્યભક્તિની ત્રિપુટીનો જીવંત ત્રિવેણીસંગમ થયો હતો....જે આત્માર્થીઓના
જીવનને પાવન કરતો હતો.