દુન્યવી વાતાવરણથી પર છે.....અને જાણે કે સંસારથી જુદી જ જાતનું એવું મોક્ષપદનું
ધામ છે–એમ તે દર્શાવી રહ્યું છે.
સાધવા નીકળેલા આત્માર્થીઓને સંસારના ગમે તેવા વાવાઝોડાં પણ રોકી શકતા
નથી...સૌને એક જ ધૂન હતી કે ગુરુદેવ સાથે સિદ્ધિધામમાં જવું. ઘણા તો વેલાવેલા
પાંચમી ટૂંકે જઈને ગુરુદેવની રાહ જોતા બેઠા હતા...
ઉદરમાં સમાવી દીધો છે.–એની ગંભીરતાની શી વાત! જ્યાં તીર્થંકરના ત્રણ કલ્યાણક
ઊજવાયા, જ્યાંથી નેમ–રાજુલે જગત સમક્ષ મહાન પવિત્ર આદર્શો રજુ કર્યા, જ્યાં
ધરસેનસ્વામી જેવા અનેક સન્તોએ શ્રુતની સાધના કરી, કુંદકુંદાચાર્ય જેવા સમર્થ
આચાર્યોએ સંઘ સહિત જેની યાત્રા કરીને દિ. જૈનધર્મના જયનાદ ફેલાવ્યા...એવા આ
ગીરનારના ગૌરવની શી વાત! એના ઊંચા ઊંચા શિખરો, ઊંડી ઊંડી ગૂફાઓ, અને
હજારો આમ્રવૃક્ષોથી શોભતા ઉપશાંત વનો ભવિકહૃદયને મુગ્ધ બનાવે છે...તેમાંય
ગુરુદેવ જેવા સંતો સાથે આત્માની ભાવના ભાવતાં ભાવતાં આ ગીરનારનો ખોળો
ખૂંદતા હોઈએ..તે પ્રસંગની ઉર્મિઓની શી વાત! દૂરદૂરથી જ્યારે એ મોક્ષધામ દેખાયું
ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે કેટલે ઊંચે જવાનું છે! પરંતુ ગુરુ જેના માર્ગદર્શક હોય...
ગુરુ જેને પોતાની સાથે જ લઈ જતા હોય તે શિષ્યને ઈષ્ટધામમાં પહોંચતાં શી વાર! ને
ગુરુદેવ સાથેના ઉત્સાહમાં થાક પણ શેનો લાગે! થોડી જ વારમાં ગુરુદેવ સાથે પાંચમી
ટૂંકે પહોંચી ગયા. ભગવાનના મોક્ષકલ્યાણકનું આ ધામ! અહીંથી બરાબર ઉપર
(સમશ્રેણીએ) સિદ્ધાલયમાં ભગવાન બિરાજે છે. અહીં ગુરુદેવ સાથે મોક્ષધામ
નીહાળવા માટે ભક્તોની ભીડ અપાર હતી....