Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 21 of 47

background image
: ૧૮ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
પર્વતના એક ભાગમાં તેમની પ્રતિમા કોતરેલી છે. જે હાલ જર્જરિત દશામાં હોવા છતાં
નેમનાથ પ્રભુના મોક્ષગમનનો પાવન સન્દેશ સંભળાવી રહી છે.
ગુરુદેવ ભગવાનના ચરણ સમીપે બેઠા...પ્રભુચરણોમાં દર્શન કર્યા...ઉપર
સિદ્ધાલય તરફ નજર કરીને નમસ્કાર કર્યા.....અને પછી, આ ભૂમિમાં ભગવાન
નેમનાથે જે પદને સાધ્યું તે પદની ભાવના ભાવતાંં ગુરુદેવે નીચેની ત્રણ કડી ગવડાવી–
અપૂર્વ અવસર એવો ક્્યારે આવશે...
ક્્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો...
સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને...
વિચરશું કવ નેમિપ્રભુને પંથ જો...
ભાવના ભાવતાં ભાવતાં વચ્ચે આ તીર્થનો પરિચય આપતાં ગુરુદેવે કહ્યું:
“જુઓ, દીક્ષા લઈને ચારિત્રદશામાં ઝૂલતા ઝૂલતા ભગવાન કેવળજ્ઞાન પામ્યા...પછી
અહીં અજોગીપદ ધારણ કર્યું...ને ઊર્ધ્વગમનની સ્વભાવ શ્રેણીથી ભગવાન અહીંથી મોક્ષ
પામ્યા....અહીંથી તેઓ સિદ્ધપદ પામ્યા. ત્યારે ઈન્દ્રો અહીં ઊતર્યા હતા, ને ભગવાનના
મોક્ષનો મહોત્સવ કર્યો હતો. ઈન્દ્રે પોતાના હાથે અહીં નિશાની કરી હતી, એવું આ ધામ
છે. તેના સ્મરણો અહીં ફરીને તાજા થાય છે.” ગુરુદેવના આવા ઉદ્ગારોથી યાત્રિકોને
અત્યંત હર્ષ થયો હતો.
પંચમટૂંકે બેઠાબેઠા ગુરુદેવ સિદ્ધપદની ભાવના ભાવી રહ્યા છે ને યાત્રિકો ઝીલી
રહ્યા છે–
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો...
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં...ગજાવગર ને હાલ મનોરથરૂપ જો...
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો...પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો..
નેમનાથ ભગવાન અહીં હતા, આત્મામાં રહેલી પરમાત્મશક્તિ પૂર્ણ પ્રગટ
કરીને, અહીંથી તેઓ સિદ્ધાલયમાં ગયા..તેના સ્મરણ માટે આ જાત્રા છે.–આમ કહીને
ગુરુદેવે ભાવપૂર્વક ફરીને ગાયું–