Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 47

background image
: ૨૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
ગીરનાર ઉપર ગુરુદેવનો સન્દેશ સાંભળવાની ઘણા યાત્રિકોને હાર્દિક ભાવના
હતી, તેમ જ ત્યાંના કેટલાક ભાઈઓએ તે માટે વિનંતિ કરી હતી. આથી ગીરનાર ઉપર
ગુરુદેવે વીસ મિનિટ પ્રવચન આપ્યું હતું, તેમાં તીર્થધામ એટલે શું ને તીર્થયાત્રા શા
માટે? તે સંબંધી વિવેચન કરીને નેમનાથપ્રભુનું અધ્યાત્મિક જીવન પણ સમજાવ્યું હતું.
ગીરનારધામમાં ગુરુદેવનો આ સન્દેશ સાંભળીને સૌને મહાન પ્રસન્નતા થઈ હતી..એ
રીતે સિદ્ધિધામમાંથી સિદ્ધિનો ઉપાય લઈને સૌએ યાત્રા પૂરી કરીને તળેટી તરફ પ્રસ્થાન
કર્યું...ગુરુદેવ પણ જિનમંદિરમાં નેમનાથ પ્રભુના દર્શન કરીને તળેટી તરફ પધાર્યા...
પર્વત ઊતરતાં ઊતરતાં પૂ. બેનશ્રી તેમ જ પૂ. બેન ખૂબ જ આનંદકારી ભક્તિ કરાવતા
હતા....તેમાંય પ્રશ્નોત્તરરૂપની ભક્તિ તો નેમનાથપ્રભુ પ્રત્યે, સિદ્ધપદ પ્રત્યે અને સાધક
સંતો પ્રત્યે કોઈ અદ્ભુત ભાવો જગાડતી હતી; કોની જાત્રા કરી, કોની સાથે જાત્રા કરી,
કેવા ભાવે જાત્રા કરી, ભગવાને શું ગ્રહ્યું ને શું છોડ્યું?–ઈત્યાદિનું વર્ણન પૂ. બેનશ્રી–
બેનના શ્રીમુખે સાંભળતાં–સાંભળતાં પહાડ ક્યારે ઊતરાઈ ગયો તેની ખબરેય ન
પડી....નીચે ધર્મશાળા પાસે આવ્યા ત્યારે ગુરુદેવ સાથેની યાત્રાની પૂર્ણતાનો આનંદ
વ્યક્ત કરતી અદ્ભુતભક્તિ કરાવી.....ને છેવટે જિનમંદિરમાં શ્રી નેમિનાથ ભગવાનના
દર્શન કરીને જયજયકારપૂર્વક યાત્રા પૂર્ણ કરી.
પરમ વૈરાગી નેમિનાથ જિનેશને નમસ્કાર હો...
ગીરનાર તીર્થધામની યાત્રા કરાવનાર ગુરુદેવને નમસ્કાર હો....
ગીરનારભૂમિને પાવન કરનાર સંતોને નમસ્કાર હો....
વિશ્વ–વાત્સલ્ય
ज्ञानभावे बधा जीवो साधर्मी छे
જ્ઞાનસ્વરૂપની અપેક્ષાએ જોતાં જગતના બધા જીવો સહધર્મી છે.
સમાનધર્મી છે, એટલે બધાય જીવોને સાધર્મી સમજીને, બધાયને જ્ઞાન–
સ્વરૂપી સમજીને, કોઈના પ્રત્યે દ્વેષ કરવો ન જોઈએ, બધા જીવોને જ્ઞાન–
સ્વરૂપી સમજવા એ વીતરાગી વિશ્વવાત્સલ્ય છે.