: ૨૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
અહો, અનંતધર્મ જેમાં સમાયેલા છે એવી અનેકાન્તવસ્તુનું સ્વરૂપ ઘણું ગંભીર
છે, ભગવાન સર્વજ્ઞદેવે જિનશાસનમાં તેનું અલૌકિકસ્વરૂપ બતાવ્યું છે. અરે,
ચૈતન્યસ્વરૂપ આત્માના અસ્તિત્વનો નિર્ણય કરવા જાય–તેમાં પણ જીવ–અજીવાદિ બધા
તત્ત્વોનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જાય છે. વસ્તુસ્વરૂપનો એક બોલ નક્કી કરવા જાય
ત્યાં તેમાં અનંતગુણની ગંભીરતા પોતાને ભાસે છે. ઓહો! આ તો સર્વજ્ઞદેવે પ્રકાશેલું
આત્માનું સ્વરૂપ!–પોતાના જ્ઞાનના વેદનમાં આવી શકે તેવું છે. સ્વસંવેદનથી આવા
સ્વતત્ત્વનો નિર્ણય કરે ત્યાં પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ સર્વસ્વ પોતામાં જોયું, ને
પોતાના કોઈપણ દ્રવ્ય–ગુણ કે પર્યાયને પરમાં શોધવાનું ન રહ્યું. આવા અનેકાન્તના
બળથી ભેદજ્ઞાન કરતાં સ્વાશ્રયભાવરૂપ નિર્મળ જ્ઞાનઆનંદરૂપ પરિણમન થયું, તેમાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ આવ્યો; તે જીવે સ્વઘરમાં અપૂર્વ વાસ્તુ કર્યું.
પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપે વસ્તુનું અસ્તિપણું જ છે, ને અન્ય દ્રવ્ય–ગુણ–
પર્યાયસ્વરૂપે વસ્તુ નાસ્તિરૂપ જ છે,–આવું જે અનેકાન્તતત્ત્વ સર્વજ્ઞદેવના શાસનમાં
પ્રકાશ્યું છે તે એકાંતવાદના મોહરૂપ સમસ્ત વિરોધવિષને દૂર કરનારું છે ને
ચૈતન્યતત્ત્વનો સમ્યક્ નિર્ણય કરાવીને આત્માનું અમૃત ચખાડનારું છે.
અહો, અનેકાન્ત તો ચૈતન્યના આનંદરસના અમૃત પીવડાવે છે.
* જ્યાં પોતાનું બધું સ્વરૂપ પોતામાં છે ત્યાં પોતામાં જ જોવાનું રહ્યું.
* જ્યાં પોતાના સ્વરૂપનો કોઈ અંશ બીજામાં નથી ત્યાં બીજામાં જોવાનું ન રહ્યું.
–આ રીતે અસ્તિ–નાસ્તિરૂપ અનેકાન્તસ્વરૂપનો નિર્ણય કરતાં પરાશ્રયબુદ્ધિરૂપ
ઝેર નષ્ટ થઈ જાય છે; ને સ્વાશ્રયે સમ્યગ્દર્શનાદિ અમૃત પ્રગટે છે.
અહો, વીરનાથ! આપનું અનેકાન્તશાસન કોઈ અદ્ભુત અલૌકિક છે...જીવને
મહાન આનન્દ દેનારું છે.
મારું અસ્તિત્વ મારામાં ને મારું અસ્તિત્વ પરમાં નહિ–એવા નિર્ણયમાં બધા
તત્ત્વોનો નિર્ણય આવી જાય છે.
મારું અસ્તિત્વ મારામાં, એટલે મારા દ્રવ્ય–ગુણ–પર્યાય મારામાં, મારાથી જ સત્
છે;–એટલે ઉપાદાનનો આશ્રય થયો.
મારું તત્ત્વ પરમાં નાસ્તિરૂપ છે એટલે મારા કોઈ દ્રવ્ય–ગુણ–પર્યાય પરથી થતા
નથી, એવા નિર્ણયમાં નિમિત્તાધીન વૃત્તિ છૂટી ગઈ, ને સ્વાશ્રયે આત્માના અતીન્દ્રિય–