: ૨૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
ચૈતન્યના આનંદના અતીન્દ્રિયઅમૃતથી ભરેલું આવું અનેકાન્તજ્ઞાન ભવ્ય જીવો
જિનશાસનના વશે પામો...જિનશાસનનો આશ્રય કરીને સમ્યગ્જ્ઞાન વડે મહા આનંદમય
સ્વ–તત્ત્વને આજે જ અનુભવો.
એ જ ભગવાન મહાવીરનો સન્દેશ છે.
એ જ નિર્વાણનો મંગલ ઉત્સવ છે.
સુખ માટે શરણ: શુદ્ધોપયોગ–વીતરાગતા
શુભ કે અશુભ, પુણ્ય કે પાપ, તેનું ફળ તો દુઃખ છે, તે બંનેથી
રહિત એવો શુદ્ધઉપયોગ જ સ્વયં સુખ છે. માટે આ એક શુદ્ધોપયોગ જ
મારું શરણ છે.
વિદિતાર્થ એ રીત રાગ–દ્વેષ લહે ન જે દ્રવ્યો વિષે,
શુદ્ધોપયોગી જીવ તે ક્ષય દેહગત દુઃખનો કરે. (૭૮)
છઠ્ઠા ગુણસ્થાનનો શુભરાગ પણ મહા દુઃખસંકટનું કારણ છે–
ત્યાં બીજા રાગ–દ્વેષભાવોનું તો શું કહેવું? એ તો દુઃખ છે જ.–
–તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે (૨૭૨)
* સ્વ–પરિવારની સંભાળ *
હે ભાઈ, જગતના બાહ્ય પરિવાર કરતાં અંતરમાં તારા આત્માનો
ગુણપરિવાર ઘણો મોટો છે, એટલું જ નહિ પણ તે અત્યંત નજીકનો,
સદાય સાથે રહેનારો પરિવાર છે. તો આવા મોટા નજીકના સ્વપરિવારને
ભૂલીને તું બાહ્યપરિવારમાં કાં મોહ્યો? એકવાર તારા આત્મપરિવારને
સંભાળ તો ખરો! તે તારો પરિવાર તને મહાન આનંદ આપશે.