: ૨૬ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
જ્ઞાનકલા જિસકે ઘટ જાગી, તે જગમાંહિ સહજ વૈરાગી;
જ્ઞાની મગન વિષયસુખમાંહી, યહ વિપરીત, સંભવે નાંહી.
ત્રણેકાળે ભેદજ્ઞાન વડે ચૈતન્યસુખનો અનુભવ કરી કરીને જ જીવો મોક્ષમાં જાય
છે. પરથી ભિન્ન ચૈતન્યતત્ત્વની લો લગાડીને જેણે સમ્યક્ જ્ઞાનજ્યોત પ્રગટ કરી તે જ
જીવો મોક્ષસુખ પામ્યા, પામે છે ને પામશે. વિદેહક્ષેત્રમાં કે ભરતમાં ચોથાકાળે કે
પંચમકાળે જે કોઈ જીવો મોક્ષ પામ્યા, પામે છે ને પામશે તેઓ જ્ઞાનના સેવનવડે મોક્ષ
પામ્યા છે. પામે છે ને પામશે. મુનિનાથ શ્રી કુંદકુંદસ્વામી કહે છે કે–
અધિક શું કહેવું અરે! સિધ્યા અને જે સિદ્ધશે,
વળી સિદ્ધતા સૌ નરવરો, મહિમા બધો સમ્યક્ત્વનો.
વળી અમૃતચન્દ્રસ્વામી પણ કહે છે કે–
સિદ્ધો થયા જે જીવ તે સૌ જાણજો ભેદજ્ઞાનથી,
બંધ્યા અરે! જે જીવ તે સૌ ભેદજ્ઞાન–અભાવથી.
સમ્યગ્દર્શન કહો, ભેદજ્ઞાન કહો કે જ્ઞાનની આરાધના કહો, તે જ મોક્ષનો ઉપાય
છે. મુનિઓના નાથ આમ કહે છે કે જ્ઞાનની અનુભૂતિરૂપે પરિણમે તે જ મોક્ષનો હેતુ છે.
–આમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ
ત્રણેય જ્ઞાનમય છે, રાગ વગરનાં છે, તેમાં રાગનો કોઈ અંશ સમાતો નથી. રાગથી
ખસીને ચૈતન્યભાવમાં વસવું તે જ મોક્ષનો પંથ છે.
સંતની વાત ટૂંકી ને ટચ; સ્વમાં વસ....પરથી ખસ.
આખોય મોક્ષમાર્ગ જ્ઞાનમય છે. જ્ઞાનની શ્રદ્ધા, જ્ઞાનનું જ્ઞાન, ને જ્ઞાનનું
આચરણ, એ રીતે જ્ઞાનની અનુભૂતિમાં મોક્ષમાર્ગ સમાય છે. જ્ઞાનના અનુભવથી જુદું
કોઈ મોક્ષનું કારણ નથી.
અહો, જ્ઞાનનો મહિમા તો જુઓ! જ્ઞાન એટલે આખો આત્મા; તેને ઓળખતાં
સમ્યગ્જ્ઞાન થયું ને મોક્ષમાર્ગ ખુલ્યો; મુનિઓએ તેને મોક્ષના માર્ગમાં સ્વીકાર્યો.
મુનિઓનો નાથ એવા અરિહંત ભગવંતોએ, તેમજ ગણધરદેવ વગેરે મોટામોટા
મુનિવરોએ ભેદજ્ઞાનને જ મોક્ષનું કારણ જાણીને તેની પ્રશંસા કરી છે. આવા મોક્ષમાર્ગને
ઓળખીને જે ભેદજ્ઞાન પ્રગટ કરે તેણે જ અરિહંતોની અને મુનિઓની આજ્ઞા સ્વીકારી
છે જે આનાથી વિરુદ્ધ બીજી રીતે મોક્ષમાર્ગ માને, શરીરની ક્રિયાને કે શુભરાગને મોક્ષનું
કારણ માને, તેણે