Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 47

background image
: ૩૦ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
શુદ્ધોપયોગ ક્રિયા છે તે રાગ–દ્વેષ વગરની છે, સમભાવરૂપ સામાયિક તે
શુદ્ધોપયોગમાં સમાય છે, તે તો અતીન્દ્રિયસુખરૂપ ફળ સહિત હોય છે. શુદ્ધોપયોગ–ધર્મ
અને તેનું ફળ આનંદ બંને એકસાથે જ છે. ધર્મ અત્યારે કરે ને ફળ પછી આવે–એમ
ભેદ નથી. જે ક્ષણે સમ્યગ્દર્શન થયું તે જ ક્ષણથી અતીન્દ્રિય શાંતિનું વેદન થવા માંડે છે.
અને જે શુભાશુભ પરિણામ છે તેનું ફળ સુખથી વિપરીત એવું દુઃખ છે. લોકોએ
શુભરાગને ધર્મ માની લીધો છે, પણ બાપુ! જેનું ફળ સંસાર અને દુઃખ–એને ધર્મ કોણ
કહે? ધર્મ તો તેને કહેવાય કે જે જીવને સાક્ષાત્ સુખમાં સ્થાપે ને સંસારથી ઉદ્ધાર કરે.
પુણ્ય અને સ્વર્ગના વિષયો તે કાંઈ જીવને સુખ આપતા નથી; ચૈતન્યનો
પોતાનો સુખસ્વભાવ છે, તે પોતે જ પોતાના શુદ્ધોપયોગવડે સુખરૂપ પરિણમે છે.–એ જ
ધર્મની ક્રિયા છે ને એ જ તેનું ફળ છે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને ‘જ્ઞ’ કહેવાય છે. જ્ઞ એટલે જ્ઞાનભાવ, જ્ઞાનચેતના,
તે આત્માનું સ્વરૂપ છે; રાગ–દ્વેષ તે કાંઈ આત્માનું સ્વરૂપ નથી. રાગ–દ્વેષનો નાશ થતાં
પણ આત્માનું જ્ઞ–સ્વરૂપ આખેઆખું રહે છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માને જાણતાં ધર્મીને
રાગ વગરની જે જ્ઞાનચેતના પ્રગટી તે નિરંતર વર્ત્યા કરે છે. આવી ચેતના તે ધર્મી–
આત્માનું કર્મ છે, તેના તે કર્તા છે, તેનું ફળ જે અનાકુળ લક્ષણ સૌખ્ય છે તે પણ આત્મા
જ છે; આત્માથી જુદું નથી.
અહો, પ્રભુનો માર્ગ તો જગતથી જુદો છે; પ્રભુનો માર્ગ તો મહા આનંદમય છે;
શુદ્ધોપયોગ આત્માવડે કરાય–તે જ પ્રભુનો માર્ગ છે. રાગ તે કાંઈ પ્રભુનો માર્ગ નથી, એ
તો સંસારનો માર્ગ છે. ભાઈ, તેં જિનેશ્વરદેવનો સાચો માર્ગ કદી જાણ્યો નથી, એમ ને
એમ રાગ કરીકરીને સંસારમાં જ તું રખડયો છે. વીતરાગની વાણી તો મોહને તોડીને
મોક્ષમાર્ગ ખોલનારી છે.....વીતરાગનો માર્ગ એ તો શૂરવીરોનો માર્ગ છે.–(હરિનો
મારગ છે શૂરાનો....)
ભાઈ, તને આ મનુષ્ય અવતારમાં આત્મહિતનો અવસર મળ્‌યો છે; તો તું
હિતનો સાચો માર્ગ તો જાણી લે. જે ભાવમાં તને આત્માની શાંતિ ન મળે તે ભાવને
ધર્મ કેમ કહેવાય? શુભાશુભભાવો કર્મની સમીપતામાં નીપજેલા છે ને તેનું ફળ દુઃખ છે,
તેમાં સુખ નથી. અને ચૈતન્યભાવરૂપ જે જ્ઞાનચેતના છે તે કર્મ સાથે સંબંધ વગરની છે,
તે કર્મોથી દૂર ને આત્માની સમીપ છે; તેમાં અતીન્દ્રિયસુખ છે. સ્વઘરમાં વાસ્તુ