: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૩૧ :
તેને કહેવાય કે જેમાં આવું સુખ મળે. ‘જ્ઞાનનો પ્રકાશ’ કહો ‘ચૈતન્યધામ’ કહો કે
અતીન્દ્રિયસુખ કહો,–તે જ આત્માનું સ્વઘરમાં વાસ્તુ છે. બાકી રાગ અને તેનાં ફળ
સ્વર્ગાદિ તે તો પરઘર છે, તેમાં વાસ્તુ તે તો દુઃખ છે. સ્વઘર ચૈતન્યધામ, તેને
ઓળખતાં ને તેમા વસતાં જ્ઞાનપ્રકાશ પ્રગટ્યો ને અતીન્દ્રિય સુખ થયું–તે ધર્મીનું અપૂર્વ
વાસ્તુ છે.
* * *
મારા કર્તા–કર્મ–ક્રિયા ને તેનું ફળ બધું મારા આત્મામાં છે, પુદ્ગલમાં તે નથી.
આમ સ્વ–પરનું ભેદજ્ઞાન કરીને, પોતાની પર્યાયોને પોતામાં જ અંતર્લીન કરતો જીવ,
અન્યના સંગથી રહિત શુદ્ધતારૂપે પરિણમે છે.
આ રીતે સ્વ–પર તત્ત્વની વહેંચણી કરીને સ્વજ્ઞેયરૂપ આત્માનું શુદ્ધપણું (એટલે
કે પરથી જુદાપણું) નક્કી કર્યું; શુદ્ધઆત્માના નિશ્ચયવડે જ્ઞાનતત્ત્વની સિદ્ધિ થઈ,
શુદ્ધાત્માની અનુભૂતિ થઈ, સમ્યગ્દર્શન થયું.....હવે તે જીવ અન્યરૂપે નહિ પરિણમતો
થકો શુદ્ધઆત્માને અનુભવતો થકો મોક્ષને સાધે છે. આ રીતે શુદ્ધઆત્માનો નિર્ણય
કરવો તે પ્રશંસનીય છે. એવો નિર્ણય કરનાર જીવને સમ્યક્ત્વાદિ આનંદમય
સ્વપરિણતિ થઈ છે ને તેને તે પોતે સ્વસંવેદનથી અનુભવે છે.
અહો, જેણે પરથી ભિન્ન શુદ્ધાત્મતત્ત્વનો નિશ્ચય કરીને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યું, ને
પર્યાયને અંતરમાં લીન કરીને આત્માને શુદ્ધપણે અનુભવમાં લીધો તે જીવને કુંદકુંદ–
સ્વામી જેવા સંતો પણ ધન્યવાદ આપે છે, તેની પ્રશંસા કરે છે.–
‘કર્તા–કરમ–ફળ–કરણ જીવ છે ’ એમ જો નિશ્ચય કરી,
જીવ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. (૧૨૬)
સ્વ–પરની અત્યંત ભિન્નતાનું જ્ઞાન કર્યું ત્યાં પરદ્રવ્ય સાથેનો સંબંધ ન રહ્યો,
એટલે પોતાની પર્યાયો પોતાના સ્વદ્રવ્યમાં જ અભેદપણે લીન થઈ, એટલે
શુદ્ધપરિણમન થયું, એ જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે, ને તે પ્રશંસનીય છે.
પહેલાંં અજ્ઞાનથી પર સાથે સંબંધ માનતાં આત્માની પરિણતિ રાગથી રંગાયેલી
મલિન હતી, ત્યારે પણ તે પોતે જ એકલો જ વિકારી ચૈતન્યભાવરૂપે પરિણમતો થકો ને
દુઃખફળ ભોગવતો થકો સંસારમાં રખડતો હતો; ત્યારે પણ બીજું કોઈ તેનું ન હતું.
અને હવે ભેદજ્ઞાનવડે પોતાને પરથી અત્યંત ભિન્ન જાણીને, પર સાથે સંબંધ
વગર પોતે પોતાની શુદ્ધચેતનાપરિણતિરૂપે પરિણમ્યો, ત્યારે આ મોક્ષની સાધકદશામાં