: ૩૨ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
પણ મારો આત્મા એકલો જ વિશુદ્ધચેતનાનો કર્તા થઈને તે–રૂપે પરિણમતો થકો, અને
અતીન્દ્રિયસુખરૂપ ફળને ભોગવતો થકો એકલો જ મોક્ષને સાધી રહ્યો છે. અત્યારે
મોક્ષમાર્ગમાં પણ હું એકલો જ છું, બીજું કોઈ મારું નથી.
–આમ પોતે પોતાના એકત્વને જ ભાવતો મુમુક્ષુજીવ, છૂટા પરમાણુની માફક,
પોતાની એકત્વભાવનામાં જ વર્તતો થકો પરદ્રવ્ય સાથે જરાય સંપૃક્ત થતો નથી એટલે
કે તેને કર્મનો સંગ થતો નથી; તેની પર્યાયો શુદ્ધ થઈને પોતામાં જ અભેદ થઈ હોવાથી,
પર્યાયોવડે તે ખંડિત થતો નથી; આ રીતે તે એકલો સુવિશુદ્ધ હોય છે.–આવી દશા
પ્રશંસનીય છે; તે જ મોક્ષનું સાધન છે.
જેણે પરદ્રવ્યોથી ભિન્નતાના ભેદજ્ઞાન દ્વારા પોતાના આત્માને જુદો તારવી
લીધો છે, અને પોતાના સમસ્ત વિશેષ ગુણ–પર્યાયોના સમૂહને પોતામાં જ સમાવીને
એકત્વ પ્રાપ્ત કર્યું છે, એ રીતે એકત્વભાવનામાં પરિણમેલા આ મુમુક્ષુજીવે શુદ્ધનયવડે
મોહનું સામર્થ્ય નષ્ટ કરી નાંખ્યું છે, ને ઉત્કૃષ્ટ વિવેક દ્વારા (શુદ્ધોપયોગ દ્વારા) પરથી
ભિન્ન પોતાના શુદ્ધ તત્ત્વને અનુભવમાં લીધું છે.–કુંદકુંદસ્વામી કહે છે કે અહો, આવો
જીવ ધન્ય છે.....પ્રશંસનીય છે.
ધરતીકંપ સમ્યગ્દ્રર્શન
• હિમાલયમાં મોટી તીરાડ પડી. • મોહપર્વતમાં મોટી તીરાડ પડી.
• નદીએ વહેણ બદલ્યું. • પરિણતિએ પ્રવાહ બદલ્યો.
• નવીન તળાવનું સર્જન થયું. • શાંતરસના તળાવનું સર્જન થયું.
• કેટલાય ગામો નાશ પામ્યા. • કેટલીયે કર્મપ્રકૃતિ નાશ પામી.
હમણાં સમાચારપત્રોમાં ઉથલપાથલના મોટા સમાચાર આવ્યા હતા કે તા. ૧૯
જાન્યુઆરીએ હિમાલય પ્રદેશમાં ધરતીકંપ થતાં નદીનું વહેણ બદલાઈ ગયું; નવું
તળાવ રચાયું; હિમાલય પહાડમાં હજારો ફૂટ લાંબી તીરાડ પડી; કેટલાય ગામો
જમીનદોસ્ત થયા.