: મહા : ૨૫૦૧ આત્મધર્મ : ૩૩ :
એક નાનોશો ધરતીકંપ થતાં કેવી મોટી ઉથલપાથલ થઈ જાય છે તે જગતને
દેખાય છે...
એવી રીતે આત્મા જ્યારે પોતાનું આત્મહિત કરવા માટે મોહકર્મના હિમાલય
ઉપર શુદ્ધોપયોગરૂપ વજ્રનો પ્રહાર કરે છે, ને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે ત્યારે અંતરમાં
અસંખ્ય ચૈતન્યપ્રદેશોમાં અભૂતપૂર્વ ધરતીકંપવડે કેવી મોટી ઉથલપાથલ થાય છે–તે તો
જ્ઞાની જ જાણે છે.–અને એવા ધરતીકંપના સમાચાર લૌકિક સમાચારપત્રોમાં તો ક્્યાંથી
આવે? આપણું ‘આત્મધર્મ’ એક જ એવું પત્ર છે કે તે એવા અભૂતપૂર્વ ધરતીકંપના
સમાચાર આપી શકે છે.
કોઈ અપૂર્વ ધન્યપળે ચૈતન્યના અસંખ્યપ્રદેશમાં સમ્યગ્દર્શન થતાં મોહપર્વતમાં
એવી મોટી તીરાડ પડી ગઈ કે હવે ફરી કદી સંધાશે નહિ. પર્વતના બે કટકા થયા તે
રેણવડે સંધાય નહિ તેમ ભેદજ્ઞાનરૂપી ધરતીકંપવડે જ્ઞાન અને રાગની સાંધ તૂટીને બે
કટકા થયા, તેને હવે ફરીને કદી એકતા થાય નહિ. સમ્યગ્દર્શનનો ધરતીકંપ થતાં જ
આત્માની પરિણતિએ પોતાનું વહેણ બદલ્યું,–પર તરફ જતા વહેણ હવે પલટીને
અંતરમાં સ્વતરફ વળ્યા; પહેલાંં જ્યાં કષાયનું ધખધખતું રણ હતું. ત્યાં હવે શાંતિનું
સરોવર રચાઈ ગયું. અનંતાનુબંધીથી વસેલા બધાય ગામો (મિથ્યાત્વાદિ કર્મો) નાશ
પામી ગયા. આખો હિમાલય કટકેકટકા થઈને ઊડી જાય તેના કરતાંય મોટો ધરતીકંપ
ચૈતન્યના અસંખ્યપ્રદેશે અનુભૂતિમાં સમ્યગ્દર્શન થતાં થઈ જાય છે, પણ એ પરિવર્તન
અંદરની અનુભૂતિમાં જ દેખાય છે. મહાન ઉથલપાથલ થઈ જાય છે. ચૈતન્યના એ
ધરતીકંપનો એક નાનોશો આંચકો પણ આખા સંસારનો દરિયો ઉથલાવીને સિદ્ધપદનું
શિખર ઊભું કરી દેવાની તાકાતવાળો છે. બહારના ત્રણલોકના ખળભળાટ કરતાંય
મોટો એ વખતે ચૈતન્યમાં આનંદનો કોઈ જુદો જ ખળભળાટ થાય છે. વાહ, ચૈતન્યના
એ ધરતીકંપની શી વાત!!
[પૃષ્ઠ–૩૫ નું ચાલુ]
બંધુઓ, તમે ઉત્સાહી છો, બુદ્ધિમાન છો, શક્તિવાળા છો....તે શક્તિ–બુદ્ધિ–
ઉત્સાહનો સર્વોત્તમ ઉપયોગ કરી તમે વીરમાર્ગમાં પ્રગતી કરી શકો એવો આ નિર્વાણ–
મહોત્સવનો અવસર છે.–અવસર ચુકશો મા!–ધન્યવાદ!
[હાલ ટૂંકામાં પાંચ વાત લખી છે. વિશેષ અવારનવાર તમારો ઉત્સાહ દેખીને
લખતા રહેશું....ને તમને માર્ગદર્શન આપતા રહેશું, તમે પણ વિચારો, તમારા પ્રશ્નો,
તમારી ઉમંગભરી ભાવનાઓ અમને લખજો, જયમહાવીર –તમારો ભાઈ: હરિ.