Atmadharma magazine - Ank 376
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 47

background image
: ૩૪ : આત્મધર્મ : મહા : ૨૫૦૧
તમારી મહાન શક્તિના ઉત્તમ ઉપયોગનો સુઅવસર
[સમ્પાદકીય]
હમણાં ગુજરાતના યુવાનોએ રાજક્ષેત્રે પરાક્રમ કરી બતાવ્યું....યુવાનો ધારે તો શું કરી
શકે છે! તેની જગતને પ્રતીતિ થઈ..–જૈનબંધુઓ! જૈનયુવાનો! આપણે તો મહાવીરપ્રભુના
સન્તાન છીએ; આપણે તો જૈનશાસન માટે, એટલે કે આપણા પોતાના હિતને માટે ઘણું
મહાન કાર્ય કરવાનું છે, અને તે માટે અત્યારે સુઅવસર આવ્યો છે.
* આપણા ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા તેના અઢીહજારવર્ષની પૂર્ણતાનો ભવ્ય
ઉત્સવ અત્યારે આપણે ઉજવી રહ્યા છીએ. આપણા જીવનમાં આવેલા આ મહાન ઉત્સવમાં
તમે જે કાંઈ કરવા ધારો તે કરી શકો છો. તમારી વીરતા બતાવવા માટે જૈનશાસનનું મેદાન
ખુલ્લું છે. આવો, તમારી મહાન શક્તિને કામે લગાડો....શાસનના ઉત્તમ અને મહાન કાર્યો
કરવા માટે અમે તમને આહ્વાન આપીએ છીએ. જોઈએ તો ખરા કે વીરના સન્તાન થઈને
શાસનના કાર્યોમાં તમે કેવીક બહાદુરી બતાવી શકો છો!
* તમે કહેશો, કે તમારી વાત સાંભળીને અમને ચાનક ચડે છે; શાસન માટે અમે
જરૂર કંઈક કરી બતાવવા માંગીએ છીએ.–પણ અમારે કરવું શું!–તેની સૂઝ પડતી નથી. કહો,
–અમને બતાવો–અમારે શું કાર્ય કરવાનું છે? એકવાર અમને કાર્ય સોંપો ને માર્ગ ચીંધો,–
પછી જોઈ લ્યો અમારો સપાટો ને ઝપાટો!
* ‘વાહ યુવાન વાહ! ’ તારી વીરતા જાગતી દેખીને આનંદ થાય છે. તારે કાંઈક
કરવું જ છે ને!–તો સાંભળ! વીરશાસનના વીરપુત્ર તરીકે તારા હિત માટે તારે શું કરવાનું છે
–તે તને બતાવું છું:–
(૧) પહેલાંં તો હૃદયમાં એ વાત કોતરી રાખ કે, હું વીરનો સંતાન છું એટલે વીરપ્રભુના
જૈનમાર્ગમાં હું ચાલીશ; વીરના માર્ગને છોડીને બીજા કોઈ માર્ગમાં જઈશ નહિ. મારું
આચરણ, રહેણી–કરણી–ન્યાયનીતિ, બધું એવું રાખીશ કે જે વીરમાર્ગમાં શોભે.
જગતની ખોટી પંચાતમાં પડીશ નહિ; આત્મહિત માટે વીરના માર્ગે જ આગળ વધીશ.
(૨) તત્ત્વઅભ્યાસ: જીવાદિ તત્ત્વોનું જે સ્વરૂપ ભગવાન મહાવીરે જૈનસિદ્ધાંતમાં બતાવ્યું
છે તેનો અભ્યાસ કરજે,–કેમકે તે સુખી જીવનનું મૂળ છે. જૈનશાસનમાં