: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૭ :
૭૬. હે યોગી! જેના હૈયામાં જન્મ–મરણથી રહિત એવા એક પરમ દેવ નિવાસ કરે છે
તે પરલોકને (–સિદ્ધપદને) પામે છે.
૭૭. જે જીવ, પુરાણા કર્મોનો ક્ષય કરે છે, અભિનવ કર્મોને આવવા નથી દેતો, અને
પરમ નિરંજનતત્ત્વને નમે છે, તે જીવ પરમાત્મા થઈ જાય છે.
૭૮. આત્મા જ્યાંસુધી નિર્મળ થઈને પરમ નિરંજનસ્વરૂપને નથી જાણતો ત્યાંસુધી જ
તે પાપરૂપ પરિણમે છે ને ત્યાંસુધી જ કર્મોને બાંધે છે.
૭૯. આત્મા જ ઉત્કૃષ્ટ નિરંજન દેવ છે; આત્મા જ દર્શન–જ્ઞાન છે; આત્મા જ સાચો
મોક્ષપંથ છે;–એમ હે મૂઢ! તું જાણ.
૮૦. લોકો કુતીર્થમાં ત્યાંસુધી પરિભ્રમણ કરે છે, અને ધૂર્તતા ત્યાંસુધી કરે છે,–કે જ્યાં
સુધી ગુરુના પ્રસાદથી તેઓ દેહમાં જ રહેલા દેવને નથી જાણતા.
૮૧. હે જીવ! ત્યાંસુધી જ તું લોભથી મોહીત થઈને વિષયોમાં સુખ માને છે–કે જ્યાં
સુધી ગુરુપ્રસાદથી અવિચલ બોધને નથી પામતો.
૮૨. જેનાથી વિબોધ (ભેદજ્ઞાન) ઉત્પન્ન ન થાય–એવા ત્રણલોક સંબંધી જ્ઞાનવડે
પણ જીવ બહિરાત્મા જ રહે છે, અને તેનું પરિણામ અસુંદર છે,–સારૂં નથી.
૮૩. આત્મા અને કર્મ વચ્ચે ભેદજ્ઞાનની દ્રઢ રેખા દોરવી જોઈએ, અર્થાત્ જેવું ભણ્યો
તેવું કરવું જોઈએ; અને ચિત્તને જ્યાં–ત્યાં ભમાડવું ન જોઈએ,–આમ કરે તેને
આત્મામાંથી કર્મ દૂર થઈ જાય છે.
૮૪. જે વિદ્વાન આત્માનું વ્યાખ્યાન કરે છે પણ પોતાનું ચિત્ત તેમાં જોડતો નથી, તો
તેણે અનાજનાં કણ છોડીને ઘણાં ફોતરાં ભેગાં કરવા જેવું કર્યું.
૮૫. પંડિતોમાં હે પંડિત એવા હે પંડિત! જો તું ગ્રંથ અને તેના અર્થોમાં જ સંતોષાઈ
ગયો છે અને પરમાર્થ–આત્માને જાણતો નથી તો તું મૂર્ખ છો; તેં કણને છોડીને
ફોતરાં જ કૂટયા છે.
૮૬. જે મોક્ષના સાચા કારણને તો જાણતો નથી, અને માત્ર અક્ષરના જ્ઞાનવડે જ
ગર્વિત થઈને ફરે છે તે તો, જેમ વંશ વગરનો વૈશ્યાપુત્ર જ્યાં–ત્યાં હાથ
લંબાવીને ભીખ માંગતો ભટકે,–તેના જેવો છે.
૮૭. હે વત્સ! બહુ પઢવાથી શું છે? તું એવી જ્ઞાનચિનગારી પ્રગટાવતાં શીખ–કે જે
પ્રજ્વલિત થતાં જ પુણ્ય અને પાપને ક્ષણમાત્રમાં ભસ્મ કરી નાંખે.
૮૮. સૌ કોઈ સિદ્ધત્વને માટે તરફડે છે; પણ તે સિદ્ધત્વની પ્રાપ્તિ ચિત્તની નિર્મળતા
વડે થાય છે.
૮૯. મલ રહિત એવા કેવળી અનાદિ સ્થિત છે, તેમના અંતરમાં (જ્ઞાનમાં) સમસ્ત
જગત સંચાર કરે છે, પરંતુ તેનાથી