: ૬ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
•
(નવીન સ્વાધ્યાય: પાહુડ–દોહા)
(૩)
૬૭. તું ગુણનિલય આત્માને છોડીને ધ્યાનમાં અન્યને ધ્યાવે છે, પરંતુ હે મૂર્ખ! જે
અજ્ઞાનથી મિશ્રિત છે તેમાં કેવળજ્ઞાન ક્્યાંથી હોય?
૬૮. કેવળ આત્મદર્શન તે જ પરમાર્થ છે, બીજું બધું વ્યવહાર છે. ત્રણલોકનો જે સાર
છે એવા એક આ પરમાર્થને જ યોગિઓ ધ્યાવે છે.
૬૯. આત્મા જ્ઞાનદર્શનમય છે, બીજી બધી તો જંજાળ છે;–આમ જાણીને હે
યોગીજનો! તમે માયાજાળને છોડો.
૭૦. જગતિલક આત્માને છોડીને પરદ્રવ્યમાં રમે છે,...તો શું મિથ્યાદ્રષ્ટિ ને માથે
શીંગડા હોતાં હશે? (–શ્રેષ્ઠ આત્માને છોડીને પરમાં રમણતા કરે છે તે
મિથ્યાદ્રષ્ટિ જ છે.)
૭૧. હે મૂઢ! જગતિલક આત્માને છોડીને તું અન્ય કોઈનું ધ્યાન ન કર.–જેણે
મરકતમણિને જાણી લીધો તેને શું કાચની કાંઈ કિંમત છે?
૭૨. હે વત્સ! શુભપરિણામથી ધર્મ (–પુણ્ય) થાય છે, અને અશુભપરિણામથી
અધર્મ (–પાપ) થાય છે; (–એ બંનેથી તો જન્મ થાય છે.) પણ એ બંનેથી
વિવર્જિત જીવ ફરીને જન્મ ધારણ કરતો નથી,–મુક્તિ પામે છે.
૭૩. હે યોગી! કર્મો તો સ્વયં ભેગાં થાય છે ને વળી વિખૂટા પડી જાય છે
(–ક્ષણભંગુર છે,)–એમ નિઃશંક જાણ.–શું ચંચળ સ્વભાવના પથિકોથી તે ક્્યાંય
ગામ વસતું હશે? (પથિકો તો રસ્તામાં ભેગા થાય ને છૂટા પડે, તેમનાથી કાંઈ
ગામ વસે નહિ, તેમ સંયોગ–વિયોગરૂપ એવા ક્ષણભંગુર પુદ્ગલ કર્મોવડે
ચૈતન્યનું નગર વસે નહિ. આત્માને એ કર્મોના સંયોગ–વિયોગથી ભિન્ન જાણો.
૭૪. હે જીવ! જો તું દુઃખથી બીતો હો તો અન્યને જીવ ન માન (અન્ય જીવને
તારાથી ભિન્ન જાણ), અને અન્યનું ચિંતન ન કર. કેમકે તલનાં ફોતરાં જેટલું
પણ શલ્ય જરૂર વેદના કરે છે.
૭૫. જેમ સૂર્ય ઘોર અંધકારને નિમિષમાત્રમાં નષ્ટ કરી નાંખે છે, તેમ આત્માની
ભાવના વડે પાપો એકક્ષણમાં નષ્ટ થઈ જાય છે.