Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૫ :
પર સાથે એકત્વબુદ્ધિનું બંધન તો તેને થતું જ નથી. ચારિત્ર અપેક્ષાએ જેટલા રાગ–દ્વેષ
છે તેટલું બંધન થાય છે, પણ તે અલ્પ છે, તેનાથી અનંત સંસાર વધતો નથી. જ્યારે
અજ્ઞાનીને શુભભાવ હોય તોય તે રાગથી ભિન્ન ચૈતન્યને જ જાણતો હોવાથી તેને
મિથ્યાત્વને લીધે અનંત સંસાર ઊભો છે.
ચોથા ગુણસ્થાને જીવને એકવાર શુદ્ધોપયોગપૂર્વક સ્વરૂપનું વેદન થઈ ગયેલ છે,
તે તેને ભૂલાતું નથી; અરે ફરીફરી તેવા નિર્વિકલ્પ ઉપયોગ માટે તેને ભાવના રહ્યા કરે
છે, તથા ક્્યારે સંસારથી વિરક્ત થઈને મુનિ થાઉં અને સ્વરૂપમાં લીન થઈને પૂર્ણ
સુખમય બની જાઉં–એવી અંતરંગભાવના નિરંતર હોય છે. સર્વજ્ઞ–સ્વભાવનો અને
વસ્તુમાં ક્રમબદ્ધ–પરિણમનનો પણ તેને બરાબર નિર્ણય વર્તે છે. જ્યાંસુધી પૂર્ણપદ ન
પમાય ત્યાંસુધી ભેદજ્ઞાન ચાલુ છે, અને પૂર્ણતાના લક્ષે ઊપડ્યો છે તેની સાધના ચાલુ
છે, તે થોડાક વખતમાં પૂર્ણપદને જરૂર પામશે જ.–સમ્યગ્દર્શનનો આ પ્રતાપ છે.
जय सम्यग्दर्शन
આત્મમસ્ત ધર્મી જીવ....
....તાકો વંદના હમારી હૈ
ધર્મીજીવ અંતરઅનુભવથી પોતાના સ્વભાવને દેખીને પરમ પ્રસન્ન
થાય છે...ચૈતન્યના અનુભવની ખુમારી એના ચિત્તને બીજે ક્્યાંય લાગવા
દેતી નથી. સ્વાનુભવના શાંતરસથી તે તૃપ્ત–તૃપ્ત છે; ચૈતન્યના આનંદની
મસ્તીમાં તે એવા મસ્ત છે કે હવે બીજું કાંઈ કરવાનું રહ્યું નથી...હું જ જ્ઞાન–
દર્શન–ચારિત્ર છું, હું જ મોક્ષ છું, હું જ સુખ છું; મારો સ્વભાવ વૃદ્ધિગત જ
છે, પરભાવનો મારામાં પ્રવેશ નથી. હું મારા ચૈતન્યવિલાસસ્વરૂપ છું.
ચૈતન્યમાં બીજા કોઈની ચિન્તા નથી. એકત્વ ચૈતન્યના ચિન્તનમાં પરમ
સુખ છે. સર્વ સુખ–સંપત્તિનો નિધાન એવો હું છું. મારા સ્વરૂપને દેખીદેખીને
જો કે પરમ તૃપ્તિ અનુભવાય છે, તોપણ એ અનુભવની કદી તૃપ્તિ થતી નથી,
–એમાંથી બહાર આવવાની વૃત્તિ થતી નથી. સ્વરૂપનો બધો મહિમા
સ્વાનુભવમાં સમાય છે.–આવી જેની અનુભવદશા...તે જીવ ધર્મી...
– ताको वन्दना हमारी है।