Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 37

background image
: ૪ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
હવે સમ્યગ્દર્શન થયા પછી તેની રહેણી–કરણી
તથા વિચારધારા કેવા પ્રકારની હોય તે જોઈએ–
જ્યારે જીવને સમ્યગ્દર્શન થાય છે ત્યારે, તેને પૂર્વમાં કોઈ વખત ન આવ્યો હોય
તેવો અપૂર્વ આનંદ પ્રગટે છે. આત્માનો અનુભવ થતાં પોતાને અને પરને બરાબર જુદા
જાણે છે, અને પોતાના પરથી જુદાપણાની પ્રતીત તેને ચોવીસે કલાક રહે છે. તે જગતના
પરજ્ઞેયોને પણ પહેલાંં કરતાં અપૂર્વ રીતે દેખે છે, કેમકે પરને ખરેખર પરરૂપે પહેલાંં કદી
જાણ્યું ન હતું; હવે પરમાં મારાપણાની ભ્રાન્તિ ટળી ગયેલ હોય છે, તેથી પરને જાણતાં
છતાં તેનાથી વિરક્ત રહે છે; તે પરભાવનો કર્તા થતો નથી પણ તેનાથી ભિન્ન ચેતનાવડે
જ્ઞાતા જ રહે છે, ચૈતન્યસુખનો સ્વાદ ચાખી લીધો હોવાથી હવે પરમાં ક્્યાંય સુખબુદ્ધિ
કે ઈષ્ટપણાની બુદ્ધિ સ્વપ્નેય થતી નથી. તે સ્વસમય અને પરસમયને બરાબર
અનુભવસહિત જુદા જાણે છે, તેને કેવળજ્ઞાનનું બીજ પ્રગટી ગયેલ છે, અતીન્દ્રિય
આનંદના અંકૂરા પણ ફૂટયા છે; તેની દ્રષ્ટિમાં આખા આત્માનો સ્વીકાર થઈ ગયો છે;
તેને અનંત ગુણોના નિર્મળ અંશથી ભરેલી અનુભૂતિ નિરંતર વર્તે છે. હજી જેટલી
અધૂરાશ કે રાગ–દ્વેષ બાકી છે તેને પણ જ્ઞાની પોતાનો અપરાધ જાણે છે. રાગને જાણવા
છતાં જ્ઞાન રાગથી જુદું જ રહે છે. બહારમાં તેની રહેણી–કરણી યથાપદવી હોય છે. જેમકે
વીતરાગ પરમાત્મા તથા નિર્ગ્રંથગુરુઓના સ્વરૂપની ઓળખાણ, તેમનું બહુમાન,
જિનવાણીની સ્વાધ્યાય, ધર્માત્મા–સાધર્મીઓ પ્રત્યે પ્રેમ, વારંવાર આત્મસ્વરૂપનું મનન
તેને હોય છે; તેમજ ગૃહકાર્ય તથા વેપાર–ધંધા કે રાજપાટ વગેરે સંબંધી બહારના
કાર્યોમાં પણ જોડાયેલ હોય છે, તે સંબંધી અશુભપરિણામો પણ થાય છે–પણ તેમાં
અનંતરસ હોતો નથી. બહારનાં કાર્યો તો, અજ્ઞાનીના તથા સમ્યગ્દ્રષ્ટિના સ્થૂળપણે
સરખાં લાગે, પણ અંતરના અભિપ્રાયમાં તથા પરિણામના રસમાં તે બંનેમાં ઘણો જ
આંતરો હોય છે.
અજ્ઞાનીને ચૈતન્યસુખના સ્વાદની તો અનુભૂતિ થઈ નથી, એટલે ક્્યાંય બીજે તે
સુખ માને છે; અને જ્યાં સુખ માને ત્યાં આત્મબુદ્ધિ કરે જ; એટલે અજ્ઞાની દેહ તે હું,
પરનાં કાર્ય હું કરું છું તથા પરમાંથી સુખ આવે છે–એમ ભ્રમથી સમજતો હોય છે. પણ
જ્ઞાનીને તે ભ્રમણા સર્વથા છૂટી ગઈ હોવાથી તેના અંતરંગ આચરણમાં એક મોટો ફેર
પડી ગયો હોય છે–કે જે બાહ્યદ્રષ્ટિથી દેખાય તેવો નથી. જ્ઞાનીને સ્વરૂપના અસ્તિત્વનું
બરાબર જ્ઞાન હોવાથી તે પોતાને પોતાપણે, અને પરને પરસ્વરૂપે બરાબર જાણે છે.
તેથી