: ૮ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
બહાર કોઈ પણ જઈ શકતું નથી.
૯૦. આત્મા આત્મામાં જ પરિસ્થિત થતાં તેને કંઈ લેપ લાગતો નથી, અને તેને જે
કાંઈ મહાન દોષ હોય તે પણ બધા છેદાઈ જાય છે.
૯૧. હે યોગી! યોગ લઈને પછી જો તું ધંધામાં નહિ પડ, તો જેમાં તું રહે છે તે દેહરૂપ
કૂટિરનો ક્ષય થઈ જશે, ને તું તો અક્ષય રહીશ.
૯૨. અરે મનરૂપી હાથી! તું ઈંદ્રિયવિષયના સુખોમાં રતિ ન કર. જેનાથી નિરંતર
સુખ ન થાય તેને તું ક્ષણમાત્રમાં છોડી દે.
૯૩. ન રાજી થા, ન રોષ કર, ન ક્રોધ કર. ક્રોધથી ધર્મનો નાશ થાય છે; ધર્મના
નાશથી નરકગતિ થાય છે, અને મનુષ્યજન્મ નિષ્ફળ જાય છે.
૯૪. સાડાત્રણ હાથની દેરીમાં સંત–નિરંજન વસે છે; બાલજીવો તેમાં પ્રવેશ કરી
શકતા નથી; તું નિર્મળ થઈને તેને ગોત.
૯૫. મનને સહસા પાછું વાળી લેતાં આત્મા અને પરની ભેળસેળ થતી નથી, પરંતુ
જેનામાં આટલીયે શક્તિ નથી–તે મૂર્ખ યોગી શું કરશે?
૯૬. યોગી જે નિર્મળ જ્યોતિને જગાવે છે તે યોગ છે; પણ જે ઈંદ્રિયોને વશ થઈ જાય
છે તે તો શ્રાવકલોક છે.
૯૭. હે જીવ! તું ઘણું પઢયો....પઢી–પઢીને તાળવુ પણ સુકાઈ ગયું,–છતાં તું મૂર્ખ જ રહ્યો.
–એના કરતાં તો તે એક જ અક્ષરને પઢ કે જેનાથી શિવપુરીમાં ગમન થાય.
૯૮. શ્રુતિઓનો પાર નથી, કાળ થોડો છે, અને આપણે મંદબુદ્ધિ છીએ; તેથી એટલું
જ શીખવા યોગ્ય છે કે જેનાથી જન્મ–મરણનો ક્ષય થાય.
૯૯. નિર્લક્ષણ (ઈંદ્રિયગ્રાહ્ય લક્ષણોથી પાર), સ્ત્રીથી રહિત, અને જેને કોઈ કૂળ નથી
–એવો આત્મા મારા મનમાં વસી ગયો છે; તે કારણે હવે, ઈંદ્રિયવિષયોમાં
સંસ્થિત મારું મન ત્યાંથી પાછું વળી ગયું છે.
૧૦૦. હું સગુણ છું, અને મારા પિયુ તો નિર્ગુણ, નિર્લક્ષણ તથા નિઃસંગ છે; તેથી, તે
એક જ અંગમાં વસતાં હોવા છતાં એકબીજાના અંગે–અંગનું મિલન નથી થતું.
(રજોગુણ–તમોગુણ વગેરે ગુણવાળી વિકારી પર્યાય, અને શુદ્ધ આત્મ–પિયુ–એ
બંને એક વસ્તુમાં રહેતાં હોવા છતાં તેમને એકરૂપતા થતી નથી.–આવો ભાવ
સમજાય છે.