આત્મા તો દેહથી તદ્ન ભિન્ન છે; જુદાજુદા શરીરો ધારણ કરવા છતાં આત્મા પોતાના
ચૈતન્યસ્વરૂપે જ રહ્યો છે, ચૈતન્યસ્વરૂપથી છૂટીને જડરૂપ કદી થયો જ નથી.
આત્મા પોતે તો જ્ઞાનસ્વરૂપ જ છે, તે કાંઈ મનુષ્ય વગેરે દેહરૂપે થયો નથી.
રહિત આત્માના સ્વરૂપને જુઓ તો તે જ્ઞાન–આનંદસ્વરૂપ જ છે; મનુષ્ય વગેરે શરીર કે
તેની બોલવા–ચાલવાની ક્રિયા તે કાંઈ આત્મા નથી, તે તો અચેતન જડની રચના છે.
દેહથી ભિન્ન, અનંત ચૈતન્યશક્તિસંપન્ન અરૂપી આત્મા છે, તે આંખ વગેરે ઈન્દ્રિયોથી
દેખાતો નથી, તે તો અંતરના અતીન્દ્રિય સ્વસંવેદનથી જ જણાય છે.
જ્ઞાની–ગુરુની ખરી ઓળખાણ થાય અને તેમના પ્રત્યે ખરી ભક્તિ આવે. શુભરાગવડે
પણ ચિદાનંદસ્વરૂપ આત્મા ઓળખાય તેવો નથી, અને પોતાના આત્માને ઓળખ્યા
વગર સામા આત્માની ઓળખાણ પણ થાય નહિ.