: ૧૨ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
સ્વરૂપ આત્માને તે જાણતો નથી. આત્મા તો સદા જ્ઞાન–આનંદસ્વરૂપ જ છે–એમ
પોતાના અંર્તવેદનથી જ જણાય છે.
અતીન્દ્રિયજ્ઞાનવડે ચૈતન્યસ્વરૂપ આત્માને તો જાણ્યો નહિ, ને ઈન્દ્રિયજ્ઞાનવડે
માત્ર અચેતન શરીરને જ જાણ્યું, ત્યાં અજ્ઞાનીને ‘શરીર જ હું છું’ એવી દેહબુદ્ધિ થઈ
ગઈ; અને જેમ પોતામાં શરીરને આત્મા માને છે તેમ બીજાના અચેતન શરીરને દેખીને
તેને પણ તે બીજાના આત્મા જ માને છે. એ રીતે મૂઢ જીવ પોતામાં ને પરમાં અચેતન
શરીરને જ આત્મા માને છે; દેહથી ભિન્ન આત્માને તે દેખતો નથી, ઓળખતો નથી.
તેને શાંતિ ક્્યાંથી મળે? માટે જો સાચી શાંતિ જોઈતી હોય તો આત્માને આત્મસ્વરૂપે
ઓળખો.
જ્ઞાનીનો આત્મા તો જ્ઞાતા–દ્રષ્ટા છે, દેહથી પાર છે ને રાગનો પણ કર્તા તે નથી,
તે તો આનંદ અને જ્ઞાનરૂપ પરિણમે છે–એમ ઓળખે તો જ જ્ઞાનીની સાચી ઓળખાણ
થાય; પણ એને તો અજ્ઞાની ઓળખતો નથી; તે તો શરીરની ચેષ્ટાને તથા રાગને દેખે
છે. પોતાના આત્માને નહિ દેખનારો અંધ બીજાના આત્માને ક્્યાંથી દેખી શકે?
દેહાદિ સંયોગથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ છે–એમ જો ઓળખે તો બધા
સંયોગમાંથી રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જાય, ને ચૈતન્યની અપૂર્વ શાંતિ થઈ જાય.
અરે ભાઈ! ભ્રમથી દેહને જ આત્મા માનીને તું અત્યાર સુધી અનંત જન્મ–
મરણમાં રખડયો, હવે દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્માને જાણીને એ ભ્રમબુદ્ધિ છોડ...
બહિરાત્મદશા છોડ...ને અંતરાત્મા થા.
દેહને આત્મા માનનારો જીવ ભ્રાંતિથી કેવો દુઃખી થાય છે તેનું દ્રષ્ટાંત–
એક માણસ નિદ્રામાં સૂતો હતો; તેને સ્વપ્ન આવ્યું કે ‘હું મરી ગયો છું’. આ
રીતે પોતાનું મરણ દેખીને તે જીવ ઘણો દુઃખી ને ભયભીત થયો.
કોઈ સજ્જને તેને જગાડયો; જાગતાંવેંત તેણે જોયું કે અરે, હું તો જીવતો જ આ
રહ્યો. હું કાંઈ મરી નથી ગયો! સ્વપ્નમાં મેં મને મરેલો માન્યો તેથી હું બહુ દુઃખી થયો,
પણ ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો ને મૃત્યુ
સંબંધી તેનું દુઃખ મટી ગયું. અરે, જો તે મરી ગયો હોત તો ‘હું મરી ગયો’ એમ જાણ્યું
કોણે? જાણનારો તો જીવતો જ છે.
તેમ મોહનિદ્રામાં સૂતેલા જીવ, દેહાદિના સંયોગ–વિયોગથી સ્વપ્નની માફક એમ
માને છે કે હું મર્યો, હું જન્મ્યો; હું મનુષ્ય થઈ ગયો, હું તિર્યંચ થઈ ગયો. તે માન્યતાને