Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૧૩ :
લીધે તે બહુ દુઃખી થાય છે. પણ જ્ઞાનીએ જડ–ચેતનની ભિન્નતા બતાવીને તેને
જગાડયો, જાગતાં જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું ને આ શરીર
જડ છે, તે કાંઈ હું નથી. મેં ભ્રમથી મને શરીરરૂપ માન્યો, પણ હું કાંઈ ચૈતન્ય મટીને
જડ થઈ ગયો નથી. શરીરના સંયોગ–વિયોગે મારું જન્મ–મરણ નથી. આવું ભાન થતાં
જ તેનું દુઃખ દૂર થયું ને તે આનંદિત થયો કે વાહ! જન્મ–મરણ મારામાં નથી, હું તો
સદા જીવંત ચૈતન્યમય છું. હું મનુષ્ય કે તિર્યંચ થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો
ચૈતન્ય જ રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતાં હું કેમ જીવી શકું? હું
તો જાણનાર સ્વરૂપે સદાય જીવંત છું.
જેમ સ્વપ્નમાં પોતાને મરેલો ભાસ્યો પણ જાણતાં તો જીવતો જ છે, તેમ
અજ્ઞાનદશામાં પોતાને દેહરૂપ માન્યો તે જ્ઞાનદશામાં જુદો જ અનુભવે છે.
સ્વપ્નમાં મૃત્યુની માફક, સ્વપ્નમાં કોઈ દરિદ્રી જીવ પોતાને સુખી કે રાજા માને,
પણ જ્યાં જાગે ત્યાં તો ખબર પડી કે એ સુખ સાચું ન હતું. તેમ મોહનિદ્રામાં સૂતેલો
જીવ બાહ્ય સંયોગોમાં–પુણ્યમાં–રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નાના સુખ જેવું છે.
જ્યાં ભેદજ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં–રાગમાં ક્્યાંય મારું સુખ
નથી; તેમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો, સાચું સુખ મારા આત્મામાં છે–આવા ચૈતન્યનું
ભાન કરે તો મિથ્યા માન્યતારૂપી રોગ ટળે, ને સમ્યગ્દર્શનાદિ નિરોગતા પ્રગટે,–તે જ
સુખ છે.
હું તો ચૈતન્યસ્વરૂપ અસંયોગી શાશ્વત છું–આવી ભેદજ્ઞાનની ભાવનાથી
આત્મજ્ઞાન કરે તો અવિદ્યાના સંસ્કારનો નાશ થઈ જાય છે જેમ કૂવા ઉપરના કાળા
કઠણપત્થરા પર દોરીના વારંવાર ઘસારાથી ઘસાઈ–ઘસાઈને તેમાં લિસોટા થઈ જાય છે,
તેમ દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વની વારંવાર ભાવનાના અભ્યાસથી અનાદિ અવિદ્યાના
સંસ્કારનો નાશ થઈને ભેદજ્ઞાન થાય છે, ને અપૂર્વ જ્ઞાનસંસ્કાર પ્રગટે છે.
શરીર તે હું એવી મિથ્યાબુદ્ધિને લીધે જ જીવ સંસારમાં નવા નવા દેહ ધારણ
કરીને જન્મ–મરણ કરે છે. દેહને પોતાથી ભિન્ન જાણીને, ચિદાનંદસ્વરૂપ આત્માને જે સેવે
છે,–તેને મોક્ષ થતાં શરીર છૂટી જાય છે,–ફરીને શરમજનક દેહનો સંયોગ થતો નથી.
અશરીરી આત્માને ચૂકીને શરીરને જેણે પોતાનું માન્યું તે જ ચાર ગતિમાં પરિભ્રમણ
કરે છે. પણ અશરીરી ચૈતન્યસ્વભાવને ઓળખીને તેને જે આરાધે છે તે અશરીરી સિદ્ધ
થઈ જાય છે. યોગીન્દુસ્વામી કહે છે કે–