છીએ; વચ્ચે અનેક નગરીઓ દેખાય છે પણ તે નગરીથી અત્યંત અલિપ્ત છીએ. આખી
નગરીને જોવા છતાં તેનાથી ઘણા ઊંચે, નિજસ્થાને જ ગમન કરીએ છીએ.
ક્્યાંય મોહ નથી થતો,–નિર્લેપપણે દુનિયાને દેખી રહ્યા છીએ. સર્વત્ર જાણે સુંદરતા જ
વ્યાપેલી છે. અહા, ચૈતન્ય પોતે પોતાની સુંદરતામાં હોય ત્યારે તેને માટે આખુંય વિશ્વ
સુંદર જ છે, એને માટે અસુંદર જગતમાં કાંઈ નથી.
પણ નિરાલંબી. અહો! ચૈતન્યનો નિરાલંબી માર્ગ! કેટલો સુંદર છે! કેવો પ્રશસ્ત છે! ને
ઈષ્ટ–સ્થાને કેવી ઝડપથી પહોંચાડે છે! અહા! આવા માર્ગે જતાં નિજધ્યાનની શાંત
ઉર્મિઓ જાગે છે!
જગતની કોઈ પ્રવૃત્તિ નથી. માર્ગમાં કોઈ રૂકાવટ નથી.
પૂરેપૂરું ચેકીંગ કરીને, બરાબર પરીક્ષા કરીને, માર્ગની નિઃશંકતા પ્રાપ્ત કરી; ને પછી
નિઃશંકતાના બળે માર્ગ શરૂ કર્યો...જ્ઞાનગગનમાં ઊડયા! અહા, માર્ગ શરૂ થયા પહેલાંં
વિમાનમાં કેવો બફારો થતો હતો! સૌ કેવા અકળાતા હતા! ને પરસેવે રેબઝેબ થઈને
નીતરતા હતા! પણ જ્યાં માર્ગમાં પ્રવાસ શરૂ થયો ત્યાં અકળામણ મટી ગઈ, ને કેવી
મીઠી શાંતિ ને ઠંડક આવવા માંડી! તેમ ચૈતન્યમાર્ગમાં જીવ જ્યાં સુધી ચાલવા ન માંડે
ત્યાં સુધી જ તેને અકળામણ ને મૂંઝવણ થાય છે; પણ જ્યાં માર્ગમાં ચાલવા માંડે છે–
પરિણતિ અંતરમાં વળે છે, ત્યાં તો બધી અકળામણ મૂંઝવણ કે કષાયનો બફારો દૂર
થઈને પરમ શીતળ–શાંતિ વેદનમાં આવે છે. માર્ગમાં થાક લાગતો નથી.