Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૭ :
અઢીસો–ત્રણસો માઈલની ઝડપથી ચાલતું હોવા છતાં, વિમાન પોતે પોતામાં
હોવાથી જાણે સ્થિર હોય તેવું લાગે છે; તેમ પરિણતિ નિરંતર પરિણમતી હોવા છતાં
પોતે આત્માના નિજસ્વરૂપમાં સ્થિર હોવાથી, આત્મા સ્થિર–શાંત અનુભવાય છે, તેમાં
પરિણમનજન્ય કોઈ આકુળતા નથી.
દુનિયાથી દૂર–દૂર જુદા હોવાને કારણે દુનિયાને જોવાનું સહેલું પડે છે, ઘણી
દુનિયા એકસાથે દેખાય છે, ને આવડી મોટી દુનિયા જ્ઞાન પાસે તો સાવ નાનકડી લાગે
છે, જ્ઞાનની મહાન વિશાળતા દેખાય છે. તેમ આત્મા પરભાવોથી જુદો પડીને તેનાથી
દૂર થયો ત્યાં હવે પરભાવને કે જગતના જ્ઞેયોને જાણવાનું સહેલું પડે છે, ઘણું જાણવા
છતાં રાગ–દ્વેષ થતા નથી પણ ઊલ્ટી વીતરાગી શાંતિ વધતી જાય છે. ઘણા જ્ઞેયો, સૂક્ષ્મ
ભાવો બધું એકસાથે દેખાય છે. આટલા બધા જ્ઞેયોને જાણવા છતાં જ્ઞાન પાસે તો તે
અત્યંત અલ્પ લાગે છે, ને જ્ઞાનની વિશાળતા ઘણી–ઘણી મહાન છે,–તે મહાનતા
પોતામાં જ સમાય છે. વાહ રે વાહ આત્મદેવ!
નીરાલંબી પ્રવાસ કરતાં–કરતાં યાદ આવે છે સિદ્ધ ભગવંતો! યાદ આવે છે
ગગનવિહારી અરિહંત ભગવંતો! યાદ આવે છે થોડેક ઊંચે બિરાજમાન આકાશગામી
કુંદકુંદદેવ! અને તેમનું વિદેહગમન!
આત્મા મોટો છે, દુનિયા નાની છે. નીચે તો બસ, દરિયો જ દરિયો છે! નીચે
દરિયો, છતાં તેના ઉપર ઊડીને ઈષ્ટ–સ્થાને જઈ રહ્યા છીએ. તેમ ભવસમુદ્રનો મોટો
દરિયો, છતાં ભેદજ્ઞાનરૂપી એરોપ્લેનમાં બેસીને તેને તરી રહ્યા છીએ. એરોપ્લેનમાં
બેસવું તે જીવોને નવીન લાગે છે–પણ આ ભેદજ્ઞાનરૂપી નિરાલંબી પ્લેનમાં બેસવાની જે
આનંદમય અપૂર્વતા છે તેનો સ્વાદ તો કોઈ અભૂતપૂર્વ, આશ્ચર્યકારી છે. સંતોના પ્રતાપે
અમને એ નવીનતા પ્રાપ્ત થઈ ગઈ છે જેમ એરોપ્લેનની મુસાફરી પણ જીંદગીમાં
સંતોના જ પ્રતાપે થઈ છે, તેમ ચૈતન્યગગનમાં પ્રવાસ પણ અહો! સંતોના પ્રતાપે થયો
છે.
નિરાલંબી પ્રવાસમાં મારા ઉપયોગને પણ નિરાલંબી કરું છું. ચિદાનંદના
ધ્યાનરૂપ મુક્તિમાર્ગ નીરાલંબી છે, તેનો સૂચક નિરાલંબી ગગનપ્રવાસ ચાલી રહ્યો છે.
અહો, જિનેન્દ્રો! આપ યાદ આવો છો. આપ તો સદાય આકાશમાં જ ચાલનારા
છો. સદાય નીરાલંબી ઉન્નતગામી જ છો. આપને પૃથ્વીનું આલંબન નથી.
પ્રભો! હું પણ આપના જ નીરાલંબી માર્ગે ચાલી રહ્યો છું. અન્યના અવલંબન