: ૨૮ : આત્મધર્મ : ફાગણ : ૨૫૦૧
વગરની સ્વાધીન ચેતના તે આપનો માર્ગ છે. આપની જેમ અમે પણ નીરાલંબી માર્ગે
આવી રહ્યા છીએ.
અહા, ગગનમાં તો શાંતિ જ હોય ને? ચૈતન્યતત્ત્વ કેવું શાંત નિરાલંબી છે!
પ્રભો! સમવસરણનો સંગ છતાં આપ અસંગભાવે રહો છો; તેમ યાત્રામાં અન્ય
યાત્રિકોનો સંગ છતાં હું અસંગભાવે વર્તી રહ્યો છું. કેટલી ઝડપથી ગમન થઈ રહ્યું છે–
છતાં કેવી સ્થિરતા ને શાંતિ છે! ઝડપ હોવા છતાં આકુળતા નથી. આત્મા એક સેકન્ડમાં
અસંખ્યભાવની ઝડપે પરિણમતો હોવા છતાં કેવું સ્થિર અને શાંત પરિણમન છે!
આટલી ઝડપ છતાં આકુળતા નથી.
દુનિયાથી આત્મા કેવો અલિપ્ત છે!–બહાર નજર કરો તો દુનિયા નજરે
દેખાય છે પણ આત્મા તેનાથી અલિપ્ત જ રહે છે. દુનિયાથી ઊંચે ઊંચે અલિપ્તપણે
દૂરદૂર રહીને જોતાં દુનિયા પણ કેવી શાંત અને સુંદર લાગે છે! ક્્યાંય કલેશ કે
અશુદ્ધતા દેખાતા નથી. તેમ અલિપ્તભાવે જ્ઞાનગગનમાં ઊંચે ઊંચે–પરિણમતા
આત્માને માટે દુનિયા પણ સુંદર છે, તેને માટે ક્્યાંય કલેશ નથી, અસુંદરતા નથી.
પોતે પોતાના અલિપ્ત સુંદર ચૈતન્યભાવમાં પરિણમી રહ્યો છે તેને માટે બધું જ
સુંદર છે!
નીચેથી દેખનારી દુનિયા અમારા વિમાનને સાવ નાનકડું દેખે છે, પણ તે
કેવડું મોટું છે તે તો અંદર બેઠેલાને દેખાય છે; તેમ ચૈતન્યનો સાધકભાવ કેટલો
મહાન છે તેને દૂરના (સંસારી) જીવો દેખી નથી શકતા. કદાચ મહિમા કરે તો
થોડોક કરે છે, પણ એની મહાન ગંભીરતાને તો તેમાં બેસીને તે ભાવનું વેદન
કરનારા જ જાણીએ છીએ. આહા! કેવું મહાન છે ચૈતન્યવેદન! એમાં બેસીને
મુક્તિ–પ્રવાસની કેવી અદ્ભુત મોજ છે!
લોકોમાં બહારના વિમાનમાં બેસનાર પણ જાણે પોતાનું ગૌરવ અનુભવે છે, તો
ચૈતન્યની આનંદમોજમાં વિહરનારા જીવોને નીરાલંબી ચૈતન્યભાવનું જે ગૌરવ છે, ને
લોકમાં જે શ્રેષ્ઠતા છે,–તેની શી વાત! !
અમે ચૈતન્ય–પથના વિહારી... અમે જ્ઞાનગગનના વિહારી!
અમને આનંદ અપરંપારી... અમે સિદ્ધપદના વિહારી.
અમે ગુરુ સાથે જઈએ... અમે ગુરુ–માર્ગે જઈએ
અમે જ્ઞાનની પાંખે ઊડીએ... અમે જગથી ઊંચે જઈએ.
વચ્ચેની જમીન પર કેટલાય ટેકરા ને ખાડા આવે છે, ઊંચા પર્વતો ને ઊંડાં